ફોક્સ : ક્યાં ગઇ કેનેડીની હત્યાની સાક્ષી રહસ્યમય ‘બાબુશ્કા’ લેડી..?

-એન.કે.અરોરા
દુનિયાને બેચેન કરનારી પોતાની તમામ જિયો પોલિટિકલ હરકતો વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે એ 80,000 દસ્તાવેજોને સાર્વજનિક કરીને ખળભળાટ મચાવી દીધો છે, જેમાં અમેરિકાના 35મા રાષ્ટ્રપતિ જોન એફ. કેનેડીની હત્યાનું રાઝ છુપાયું હતું. ગત 18 અને 20 માર્ચ 2025ના રોજ સાર્વજનિક કરવામાં આવેલા એ દસ્તાવેજોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં થોડો સમય લાગશે, પરંતુ અત્યાર સુધી તેની શરૂઆતમાં એ રહસ્યમયી ‘બાબુશ્કા લેડી’ અંગે કોઇ ચોક્કસ જાણકારી મળી શકી નથી. અનેક દાયકાઓ અગાઉ જેના રહસ્યમય રીતે ગુમ થયા બાદથી સમજવામાં આવી રહ્યું હતું કે સીલબંધ દસ્તાવેજોમાં તેની કરતૂતોની જાણકારી હશે. આ દસ્તાવેજો સાર્વજનિક થયા છતાં પણ એ સવાલ ત્યાં જ છે કે આખરે તે રહસ્યમયી ‘સ્કાર્ફ લેડી’ કોણ હતી. એવું માનવામાં આવે છે કે તેની ઓળખની સાથે કેનેડીની હત્યાનું સત્ય જોડાયેલું છે.
કેનેડી હત્યાકાંડમાં વર્ષોથી શંકાના ઘેરામાં રહેલી ‘બાબુશ્કા લેડી’ અંગે દુનિયા વધુમાં વધુ શું જાણે છે? શું ટ્રમ્પ દ્ધારા સાર્વજનિક કરવામાં આવેલા દસ્તાવેજોમાંથી એ થિયરી અંગે વધુ કોઇ જાણકારી મળી શકી છે? વાસ્તવમાં બેવર્લી ઓલિવર તે મહિલા હતી. જેણે 1970માં દાવો કર્યો હતો કે તે ‘બાબુશ્કા લેડી’ છે..તે રહસ્યમયી મહિલા જે 22 નવેમ્બર 1963ના રોજ કેનેડીની હત્યાના સમયમાં ડેલી પ્લાઝામાં પોતાના કેમેરાથી શૂટિંગ કરી રહી હતી. તે સમયે તેણે માથા પર એક સ્કાર્ફ પહેર્યો હતો. વર્ષ 1946ની સંભવિત જન્મ લેનારી બેવર્લી ઓલિવરની 1963માં ઉંમર લગભગ 17 વર્ષની હતી. અને ત્યારે તે ટેક્સાસની ‘ક્લબ કૈરસેલ’ નામની નાઇટક્લબમાં સિંગર હતી. આ ક્લબ એ દિવસોમાં કથિત રીતે માફિયા અને સીઆઇ એજન્ટો સાથે જોડાયેલી હતી. વર્ષ 1970માં કેનેડીની હત્યાના એક સ્કોલર રિસર્ચર ગૈરી શો સાથે વાતચીત કરતા ઓલિવરે દાવો કર્યો હતો કે કથિત ‘બાબુશ્કા લેડી’ તે જ હતી અને તેની પાસે 8 એમએમની એક ફિલ્મ હતી જેમાં કેનેડી પર હુમલો રેકોર્ડ થયો હતો. બાદમાં કેટલાક એફબીઆઇ એજન્ટોએ તેની પાસેથી આ ફિલ્મ એમ કહીને લઇ લીધી હતી કે તેને 10 દિવસ બાદ પરત આપી દેશે પરંતુ તે 10 દિવસ ક્યારેય પૂરા થયા નહીં.
ઓલિવરના મતે તે કેનેડીના કથિત હત્યારા લી હાર્વી ઓસવાલ્ડને વ્યક્તિગત રીતે ઓળખતી હતી. સાથે જ તેણે ઓસવાલ્ડના હત્યારા જૈક રૂબીને પણ જોયો હતો. કારણ કે તેના દાવા હંમેશાં શંકાસ્પદ રહ્યા હતા કારણ કે તેણે જે રીતે કેમેરાથી ‘યાશિકા સુપર 8’ની ઘટનાને શૂટ કરવાનો દાવો કર્યો હતો તે કેમેરો ત્યાં સુધી નિર્મિત પણ થયો નહોતો. કેનેડીની હત્યા 1963માં થઇ હતી જ્યારે આ કેમેરાનું ઉત્પાદન 1969માં કરવામાં આવ્યું હતું. એટલા માટે ‘બાબુશ્કા લેડી’ની ઓળખ જ નહીં તેના દ્વારા કરવામાં આવેલા સંભવિત ફિલ્મની સચ્ચાઇ રહસ્યમય પડદાની પાછળ છે. ‘બાબુશ્કા લેડી’ની તસવીરો અને ફિલ્મોની તપાસ કરવા પર તેનો ચહેરો મેળ ખાતો નહોતો. એટલું જ નહીં એફબીઆઇ અથવા સીઆઇએના કોઇ પણ દસ્તાવેજમાં તેણે બનાવેલી કોઇ પણ ફિલ્મને જપ્ત કરવાનો કોઇ રેકોર્ડ મળ્યો નથી. આ સ્કાર્ફ લેડીએ વર્ષ 1994માં કોક બ્યૂકાનન સાથે મળીને ‘નાઇટમેર ઈન ડ્લાસરુ બાબુશ્કા લેડી’ નામની પુસ્તક લખ્યું હતું. તેમાં તેણે પોતાની વાર્તાને વધુ વિસ્તારથી જણાવી છે, પરંતુ આશ્ર્ચર્યની વાત એ છે કે તેના થોડા દિવસો બાદથી આ રહસ્યમયી મહિલા ગુમ છે અને આજ સુધી તેની કોઇ પણ ભાળ મળી શકી નથી. કહેવામાં આવે છે કે આ પુસ્તક બાદ અમેરિકન એજન્સીઓએ તેને હંમેશાં માટે ગુમ કરી દીધી કારણ કે તેણે પોતાના પુસ્તકમાં દાવો કર્યો હતો કે અમેરિકન સરકાર પોતે કેનેડીની હત્યામાં સામેલ હતી. તેના આ પુસ્તક બાદ કેનેડી હત્યાકાંડ વધુ મોટા ષડયંત્રમાં ફેરવાઇ ગયો હતો. જે આજે પણ છે. સાથે જ ‘બાબુશ્કા લેડી’નું રહસ્ય પણ આખરે તે એવી કેવી રીતે ગાયબ થઇ ગઇ કે ક્યારેય કોઇએ પણ તેને જોઇ નથી.
ન્યાય અને તપાસની ગલીઓમાં આજે પણ એ સવાલ પૂછવામાં આવી રહ્યો છે કે શું બેવર્લી ઓલિવર હજુ જીવિત છે? પરંતુ એ અમેરિકાની જાસૂસી એજન્સીઓ કોઇ જવાબ આપી શકી નથી. જેનો દાવો થાય છે કે તે દરિયામાં પડેલી એક નાની સોયને પણ શોધી શકે છે. જ્યારે આ રહસ્યમયી લેડીને જો સીઆઇએ અને એફબીઆઇએ ઠેકાણે નહી લગાવી હોત તો વર્ષ 2025માં તેની ઉંમર લગભગ 79 વર્ષ થાય છે અને જો આજે પણ તે જીવિત હોય હોઇ શકે છે. પરંતુ વર્તમાનમાં તેના જીવિત હોવાની પુષ્ટી કરનાર કોઇ સાર્વજનિક રેકોર્ડ અથવા વિશ્વસનીય સ્ત્રોત ઉપલબ્ધ નથી. અમેરિકા જ નહીં આખી દુનિયામાં એમ કહેનારાઓની સંખ્યા ઓછી નથી કે અમેરિકન જાસૂસી એજન્સીઓએ જ તે ‘બાબુશ્કા લેડી’ને શોધીને તેની પાસેથી ફિલ્મ છીનવી લીધી અને હંમેશાં માટે ગુમ કરી દીધી હતી. જોકે કોઇ પણ અમેરિકન સરકારે આ અંગે કોઇ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી, જ્યારે એ જરૂરી હતું. આ મામલામાં અમેરિકન સરકારોનું મૌન ખૂબ ખતરનાક રહ્યું છે. કારણ કે જો આ લેડી પોતાની તમામ હરકતોથી ખોટું બોલી રહી હતી તો પછી અસલી ‘બાબુશ્કા લેડી’ કોણ હતી?
અગાઉ આશા હતી કે જ્યારે 80 હજાર ગુપ્ત દસ્તાવેજો સામે આવશે તો અમેરિકાના ઇતિહાસના આ રહસ્ય પરથી પડદો ઉઠી જશે, પરંતુ હવે ટ્રમ્પે તમામ દસ્તાવેજ સાર્વજનિક કરી દીધા છે તો પણ આ રહસ્ય પરથી પડદો ઉઠતો જોવા મળી રહ્યો નથી. હવે તો એ આશંકા પ્રબળ છે કે આ ‘બાબુશ્કા લેડી’ ક્યારેય સામે આવશે નહીં અને તેનું સત્ય હંમેશાં માટે અંધારામાં જ રહેશે. કારણ કે એવું બની શકે છે કે સરકારને આ અંગે તમામ જાણકારી હોય પરંતુ તે આ અંગે ક્યારેય કોઇ ખુલાસો કરવા માગતી ના હોય. કારણ કે કોઇ સત્ય અમેરિકા જેવા દેશમાં પણ જો સામે આવતું નથી તો તે કોઇ મોટા ષડયંત્રનો ભાગ હોય છે. કેનેડી હત્યાના સંબંધમાં અનેક ષડયંત્ર સિદ્ધાંત છે. જેમાં એફબીઆઇ, સીઆઇએ અને અન્ય સરકારી એજન્સીઓની સંડોવણીની વાતો કહેવામાં આવે છે. એવામાં જો વાસ્તવમાં ‘બાબુશ્કા લેડી’ પાસે કોઇ એવો વીડિયો હતો જે સાબિત કરી રહ્યો હતો કે સત્તાવાર રીતે ઓસવાલ્ડ એકલો હત્યારો નહોતો તો તે સત્યને છુપાવવા માટે સરકાર અને એજન્સીઓ કોઇ પણ હદ સુધી જઇ શકે છે.
અમેરિકામાં મીડિયાને ફ્રી પ્રેસ જરૂર કહેવામાં આવે છે પરંતુ એક નહીં ઇતિહાસમાં અનેક એવી ઘટનાઓ દરમિયાન સરકારને મીડિયાને પ્રભાવિત કર્યું છે. કેનેડી હત્યા પર તો મીડિયાને શરૂઆતમાં જ એક નેરેટિવ પર ચાલવા માટે મજબૂર કરવામાં આવ્યું હતું. જો મીડિયાને કોઇ સૂચના મળી જાય છે તો સરકારનો પ્રભાવ તેને દબાવી દે છે. ટ્રમ્પ સરકાર અને તે અગાઉ બાઇડન સરકારે કેનેડી હત્યા સાથે જોડાયેલા દસ્તાવેજો જાહેર તો કર્યા, પરંતુ તેમાં જે રીતે ‘બાબુશ્કા લેડી’ના પુરાવા મળતાં તથ્યો મળ્યાં નથી તેવી સ્થિતિ ઘણું બધું કહી જાય છે. જોકે કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક રેકોર્ડ હજુ પણ ગુપ્ત રાખવામાં આવ્યા છે જેને 2039ના રોજ પૂરી રીતે સાર્વજનિક કરવાની યોજના છે, પરંતુ જે વાત હજુ સુધી છુપાયેલી છે તે ક્યારેય પણ બહાર આવશે નહીં. કહેવામાં આવે છે કે કોઇ સત્ય જો અમેરિકન સરકારને બેનકાબ કરવાની તાકાત ધરાવે છે તો રાષ્ટ્રીય સુરક્ષા અથવા સત્તાની સ્થિરતાના નામ પર આવા સત્યને અમેરિકા ક્યારેય પણ બહાર આવવા દેશે નહીં. ‘બાબુશ્કા લેડી’ આવું જ એક સત્ય છે.
આપણ વાંચો: કેનવાસ : સ્કાઈપનું શટડાઉન ડિજિટલ યુગના એક મોટા પ્રકરણનો અંત!