IPL 2025ટોપ ન્યૂઝ

CSK સામે શાનદાર ઇનિંગ સાથે વિરાટે વોર્નરનો રેકોર્ડ તોડ્યો, સાઈ સુદર્શનને પણ પાછળ છોડ્યો

મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2025 માં રોયલ ચેલેન્જર બેંગલુરુ(RCB) તરફથી રમતા વિરાટ કોહલી શાનદાર પ્રદર્શન કરી કરી રહ્યો છે. ગઈ કાલે ચેન્નઈ સુપર કિંગ્સ સામેની મેચમાં વિરાટે શાનદાર ફિફ્ટી (Virat Kohli Fifty against CSK) ફટકારી હતી. વિરાટે માત્ર 33 બોલમાં 62 રન ઇનિંગ રમી હતી, જેમાં તેણે 5 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતાં. વિરાટે IPL 2025માં 500 રનનો આંકડો પાર કર્યો છે, આ સાથે વિરાટે ડેવિડ વોર્નરનો IPL રેકોર્ડ તોડ્યો છે.

વિરાટે જેકબ બેથેલ સાથે મળીને 97 રનની ઓપનિંગ પાર્ટનરશીપ કરી હતી. RCBને 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 213 રનનો સ્કોર બનાવ્યો હતો. વિરાટ કોહલી, જેકબ બેથેલ (55) અને રોમારિયો શેફર્ડ (53) એ ફિફ્ટી. પરંતુ RCB તરફથી સૌથી વધુ સ્કોર વિરાટે બનાવ્યો હતો.

વિરાટના માથે ઓરેન્જ કેપ:
CSK સામે ફિફ્ટી સાથે વિરાટ કોહલીએ IPL 2025માં 500 રનનો આંકડો પણ પાર કરી લીધો છે અને સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. તેણે સાઈ સુદર્શન પાસેથી ઓરેન્જ કેપ છીનવી લીધી છે. વિરાટ કોહલી IPL 2025 માં શાનદાર ફોર્મમાં છે અને તેણે 11 મેચમાં 63.12 ની સરેરાશ અને 143.47 ના સ્ટ્રાઇક રેટથી 505 રન બનાવ્યા છે. આ સિઝનમાં વિરાટે 7 ફિફ્ટી ફટકારી છે.

વિરાટે ડેવિડ વોર્નરનો રેકોર્ડ તોડ્યો:
આ સાથે વિરાટ કોહલીએ ડેવિડ વોર્નરનો રેકોર્ડ તોડીને IPLમાં એક નવો ઇતિહાસ રચ્યો છે. કોહલી સૌથી વધુ IPL સીઝનમાં 500 કે તેથી વધુ રન બનાવનાર બેટર બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ ડેવિડ વોર્નરના નામે હતો. વોર્નરે 7 IPL સીઝનમાં 500+ રન બનાવ્યા હતા. હવે કોહલીએ IPLની 8 સીઝનમાં 500+ રન બનાવનાર ખેલાડી બની ગયો છે.

સૌથી વધુ IPL સીઝનમાં 500+ રન બનાવનારા બેટર્સ:
વિરાટ કોહલી*-8, ડેવિડ વોર્નર-7, કેએલ રાહુલ-6, શિખર ધવન-5

આપણ વાંચો:  ચેન્નઈએ હાથમાં આવેલી બાજી ગુમાવીઃ આયુષના 94, જાડેજાના 77 રન પાણીમાં

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button