મનોરંજન

અજય દેવગણની 75મી રેડ બોક્સ ઓફિસ પર સફળ સાબિત થઈ, ત્રીજા દિવસે 19 કરોડ છાપ્યા…

મુંબઈઃ બોલિવુડ અભિનેતા અજય દેવગણની ફિલ્મ રેડ 2 અને સંજય દત્તની ફિલ્મ ધ ભૂતની અત્યારે આમને સામને છે. કોણ બોક્સ ઓફિસ પર વધારે કમાણી કરશે તે કહેવું એકદમ સરળ બની ગયું છે. કારણ કે, મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અજયની પહેલી ફિલ્મ રેડ પણ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી, જેથી રેડ 2 પણ સારી એવી કામાણી કરશે તેવું લાગી રહ્યું છે. કમાણી મામલે ધ ભૂતની સામે રેડ 2 બોક્સ ઓફિસ પર ધૂમ કરાણી કરી શકે છે. રેડ 2 સામે ધ ભૂતનીના કમાણી ચિંતાજનક લાગી રહી છે.

શુક્રવારની સરખામણીમાં લગભગ 50% ની વૃદ્ધિ થઈ
કમાણીની વાત કરવામાં આવે તો, ત્રીજા દિવસે ‘રેડ 2’ એ લગભગ 19 કરોડ રૂપિયાની કમાણી કરી છે. શુક્રવારની સરખામણીમાં લગભગ 50% ની વૃદ્ધિએ સ્પષ્ટ કર્યું કે ફિલ્મને દર્શકો તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે. ખાસ કરીને મહારાષ્ટ્ર અને ગુજરાત જેવા વિસ્તારોમાં આ ફિલ્મને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો હોવાનું મીડિયા સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. રેડ 2 અત્યારે 50 કરોડની કમાણી કરનારી ફિલ્મમાં સામેલ થઈ ગઈ છે. હવે રેડ 2 આગાણી દિવસોમાં 100 કરોડની કમાણી કરે તેવી આશા સેવાઈ રહી છે.

ત્રીજા દિવસે આ ફિલ્મે માત્ર 55 લાખ રૂપિયાની કમાણી કરી
હવે સંજય દત્તની ધ ભૂતની ફિલ્મની વાત કરવામાં આવે તો, ત્રીજા દિવસે એટલે કે શનિવારે આ ફિલ્મે માત્ર 55 લાખ રૂપિયાની કમાણી કરી છે. પહેલા દિવસે 65 લાખ અને બીજા દિવસે 62 લાખની કમાણી કર્યા પછી, ત્રીજા દિવસના આંકડા ફિલ્મની કથળતી સ્થિતિ દર્શાવે છે. ત્રણેય દિવસની મળીને આ ફિલ્મે માત્ર 1.82 કરોડની કમાણી કરી છે. ધ ભૂતની ફિલ્મ આ વર્ષની સૌથી ઓછી ઓપનિંગવાળી ફિલ્મોમાંની એક બની ગઈ છે. મહત્વની વાત તો એ છે કે, ‘ધ ભૂતની’નું 50 કરોડ રૂપિયામાં બની છે, અને બજેટ જેટલી કમાણી પણ તે કરી શકે તેમ નથી.

આપણ વાંચો : raid-2 reviewઃ વાર્તા એ જ અને કહેવાની સ્ટાઈલ પણ એ જ, છતાં ગમે તેવી ફિલ્મ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button