41 વર્ષીય એક્ટ્રેસે શેર કર્યા લેટેસ્ટ ફોટોશૂટના ફોટો, યુઝર્સને યાદ આવી હીરામંડીની…

આજકાલ સેલેબ્સ પોતાની પાસે કોઈ પ્રોજેક્ટ હોય કે ના હોય પણ લાઈમલાઈટમાં રહેવાનું ચૂકતા નથી અને એમાં તેમની મદદ કરે છે સોશિયલ મીડિયા. આવી જ એક એક્ટ્રેસ છે કરિશ્મા તન્ના. કરિશ્મા તન્ના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. 41 વર્ષીય કરિશ્મા ભલે મોટા પડદા પરથી દૂર રહેતી હોય પણ સોશિયલ મીડિયા પર તે સુપર એક્ટિવ છે.
હાલમાં જ સોશિયલ મીડિયા પર કરિશ્માએ પોતાના લેટેસ્ટ ફોટોશૂટના ફોટો શેર કર્યા છે. આ ફોટો જોત-જોતામાં જ વાઈરલ થઈ ગયા હતા. કરિશ્માના ફોટો જોઈને ફેન્સને હીરામંડીની એક્ટ્રેસની યાદ અપાવી હતી. આવો જોઈએ કરિશ્માના ફોટોમાં શું છે ખાસ…
આપણ વાંચો: Happy Birthday: ટૉપલેસ ફોટોશૂટથી સન્યાસ સુધી, ફિલ્મો થોડી ને વિવાદો ઝાઝા
ઈન્સ્ટાગ્રામ પર વાઈરલ થઈ રહેલાં ફોટોમાં કરિશ્મા તન્ના એકદમ બ્યુટીફૂલ લાગી રહી છે અને રાજકુમારી જેવી લાગી રહી છે. કરિશ્માનો દેસી અંદાજ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. તેણે આ ફોટોશૂટ માટે ગ્રીન કલરનો લહેંગો પસંદ કર્યો છે. ખુલ્લા વાળ અને ગ્રીન કલરની જ્વેલરીમાં કરિશ્મા એકદમ પરી જેવી રૂપાળી લાગી રહી છે.
યુઝર્સ આ ફોટો પર લાઈક્સ અને કમેન્ટ કરીને પ્રેમ વરસાવી રહ્યા છે. એક યુઝરે કરિશ્માના આ ફોટો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે બ્યુટીફૂલ. બીજા એક યુઝરે લખ્યું છે કે તું ખૂબ જ સુંદર લાગી રહી છે. ત્રીજા એક યુઝરે લખ્યું હતું કે તમે એકદમ હીરામંડીની એક્ટ્રેસ જેવી લાગી રહી છે. તમે પણ કરિશ્માના આ વાઈરલ ફોટોશૂટના ફોટોના જોયા હોય તો અહીંયા જ જોઈ લો…
આપણ વાંચો: જન્નત ઝુબેરે વધુ એક ગ્લેમરસ ફોટોશૂટ કરાવીને સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ
કરિશ્માના કરિયરની વાત કરીએ તો કરિશ્મા તન્નાએ ટીવીથી લઈને ફિલ્મોમાં પણ પોતાની એક્ટિંગનો જાદુ ચલાવ્યો છે. 2001માં તેને ક્યોંકી સાસ ભી કભી બહુથીથી પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. ત્યાર બાદ બાલવીર, નાગિન-3, કયામત કી રાત જેવી ટીવી સિરીયલ્સમાં કામ કર્યું હતું. આ સિવાય તેણે દોસ્તીઃ ફ્રેન્ડ્સ ફોરેવર, ગ્રેન્ડ મસ્તી અને સંજુ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.