ચેન્નઈએ ફીલ્ડિંગ પસંદ કરી, બેંગલૂરુની ટીમમાં ઍન્ગિડીનું આગમન…

બેંગલૂરુઃ આજે અહીં વરસાદની સંભાવના વચ્ચે રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB) સામે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ના કૅપ્ટન એમએસ ધોનીએ ટૉસ (Toss) જીતીને પ્રથમ ફીલ્ડિંગ પસંદ કરી હતી.
સાંજે 7.00 વાગ્યે ટૉસનો સમય થતાં ધોની સાથે હરીફ કૅપ્ટન રજત પાટીદાર પણ મેદાન પર આવી ગયો હતો. ઍન્કર રવિ શાસ્ત્રીએ કન્નડમાં પ્રેક્ષકોનું સ્વાગત કરીને તેમને ખુશ કરી દીધા હતા. પાટીદારે સિક્કો ઉછાળ્યો હતો, ધોનીએ ` હેડ’નો કૉલ આપ્યો હતો જે સાચું પડતાં તેણે ફીલ્ડિંગ લીધી હતી.
ચેન્નઈની ટીમમાં કોઈ ફેરફાર નહોતો કરાયો, જ્યારે બેંગલૂરુએ જૉશ હૅઝલવૂડના સ્થાને સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર લુન્ગી ઍન્ગિડીને આ વખતે પહેલી વાર રમવાનો મોકો આપ્યો હતો. ચેન્નઈની ટીમ પ્લે-ઑફની રેસની બહાર થઈ ગઈ છે, જ્યારે બેંગલૂરુ ત્રીજા સ્થાને છે અને લાસ્ટ-ફોરના સ્થાનમાં પહોંચવા માટે ફેવરિટ છે.
ગયા મહિને આ જ બે ટીમ વચ્ચે ચેન્નઈમાં રમાયેલી મૅચમાં બેંગલૂરુએ ચેન્નઈની ટીમને 50 રનથી હરાવી દીધી હતી.
બન્ને ટીમની પ્લેઇંગ-ઇલેવન
ચેન્નઈઃ એમએસ ધોની (કૅપ્ટન, વિકેટકીપર), શેખ રાશીદ, આયુષ મ્હાત્રે, સૅમ કરૅન, રવીન્દ્ર જાડેજા, ડેવાલ્ડ બે્રવિસ, દીપક હૂડા, અંશુલ કંબોજ, નૂર અહમદ, ખલીલ અહમદ અને મથીશા પથિરાના. ઇમ્પૅક્ટ પ્લેયર માટેના વિકલ્પોઃ શિવમ દુબે, આર. અશ્વિન, જૅમી ઓવર્ટન, કમલેશ નાગરકોટી, રામક્રિષ્ન ઘોષ
બેંગલૂરુઃ રજત પાટીદાર (કૅપ્ટન), વિરાટ કોહલી, જેકબ બેથેલ, દેવદત્ત પડિક્કલ, રોમારિયો શેફર્ડ, જિતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, લુન્ગી ઍન્ગિડી અને યશ દયાલ. ઇમ્પૅક્ટ પ્લેયર માટેના વિકલ્પોઃ સુયશ શર્મા, રસિખ દર, મનોજ ભંડાગે, લિયામ લિવિંગસ્ટન, સ્વપ્નિલ સિંહ.