મહારાષ્ટ્ર

મર્સિડીઝની ટક્કર બાદ મોટરસાઇકલ પુલ પરથી નીચે પડતાં ચાલકનું મોત

પુણે: પુણેમાં મર્સિડીઝની ટક્કર બાદ મોટરસાઇકલ પુલ પરથી નીચે પડતાં ચાલકનું મોત થયું હતું, જ્યારે અન્ય ત્રણ જણને ઇજા પહોંચી હતી. પુણેમાં સિંહગઢ રોડ વિસ્તારમાં વડગાંવ પુલ પર શનિવારે મળસકે 4.30 વાગ્યે આ અકસ્માત થયો હતો, એમ પોલીસ અધિકારીએ કહ્યું હતું.

આ અકસ્માતમાં મોટરસાઇકલસવાર કુણાલ હુશારનું મૃત્યુ થયું હતું, જ્યારે પાછળ બેઠેલા શખસને ઇજા પહોંચી હતી. કુણાલ પિંપરી ચિંચવડનો રહેવાસી હતો.

આપણ વાંચો: મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે પર ત્રણ વાહનોનો અકસ્માત, દૂધના ટેન્કરચાલકનું મોત

ડેપ્યુટી પોલીસ કમિશનર (ઝોન-3) સંભાજી કદમે જણાવ્યું હતું કે મર્સિડીઝ મળસકે મોટરસાઇકલ સાથે અથડાઇ હતી અને તે પુલ પરથી નીચે સર્વિસ રોડ પર પડી હતી. મોટરસાઇકલસવારને ઇજા પહોંચી હતી અને હોસ્પિટલમાં લઇ જવાયા બાદ તેનું મૃત્યુ થયું હતું. કારમાં હાજર લોકોને પણ ઇજા પહોંચી હતી.

આ પ્રકરણે ભારતીય ન્યાય સંહિતા હેઠળ સદોષ મનુષ્યવધ તથા મોટર વેહિકલ એક્ટની સુસંગત જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કરીને બે જણને તાબામાં લેવાયા હતા. ઘટના સમયે કારચાલકે દારૂ પીધો હતો કે નહીં તે જાણવા તેને તબીબી તપાસ માટે મોકલાયો હતો. (પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button