ટોપ ન્યૂઝનેશનલ

પાકિસ્તાનમાં ફફડાટ યથાવત્ઃ સર્જિકલ સ્ટ્રાઈક માટે આ શહેર ફર્સ્ટ ટાર્ગેટ હશે?

પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં 2 મહિના માટે રાશનનો સંગ્રહ કરવાનો આદેશ

નવી દિલ્હી/ઈસ્લામાબાદઃ કાશ્મીરના પહલગામના આતંકવાદી હુમલા પછી ભારત દિવસે દિવસે આક્રમક કાર્યવાહી કરી રહ્યું છે, જેમાં ડિજિટલ સ્ટ્રાઈક માટે પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર (પીઓકે) નહીં, પરંતુ લશ્કર-એ-તૈયબાના ગઢ મુરીદક પર કરી શકાય છે. એનઆઈએની તપાસમાં જાણવા મળ્યું છે કે પહલગામ હુમલાની યોજના અહીં ઘડવામાં આવી હતી. અમેરિકન ઉપરાષ્ટ્રપતિએ ભારતને લાદેન મોડેલ અપનાવવાની સલાહ આપી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સંકેતમાં જણાવ્યું હતું કે આ વખતે આતંકવાદીઓના મુખ્ય ઠેકાણાને નિશાન બનાવવામાં આવશે નહીં લોન્ચ પેડ.

સિસ્ટમેટિક મેજરડેમેજવાળી સર્જિકલ સ્ટ્રાઈક હશે

ગુપ્તચર એજન્સીના ઈન્પુટ્સ અનુસાર સૌથી પહેલા એ સંકેત મળી રહ્યા છે ભારતની સૌથી પહેલી કાર્યવાહી પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર પર નહીં, પરંતુ પંજાબ પ્રાંતના મુરીદક શહેર હોઈ શકે છે. સૌથી મહત્ત્વની વાત તો એ છે કે અહીં લશ્કર-એ-તૈયબાનું મુખ્યાલય છે અને જ્યાં બે દાયકાથી સેંકડો આતંકવાદી હુમલાની સ્ક્રિપ્ટ લખવામાં આવી છે. લાહોરથી નજીક પણ મુરીદક છ, જ્યાં લશ્કર-એ-તૈયબાના હેડ-ક્વાર્ટર જમાત-ઉદ-દાવા નામથી ચલાવે છે. અહીં ફક્ત તાલીમ આપવાનું કામ કરતા નથી, પરંતુ અહીંથી ભારતમાં હુમલાની યોજનાઓ બનાવાય છે. વડા પ્રધાન મોદીના નિવેદનને ડિકોડ કરવામાં આવે તો એક વાત સ્પષ્ટ છે કે ભારત ફક્ત સીમાપારના નાના-નાના લોન્ચ પેડ્સ નહીં, પરંતુ આતંકવાદીઓ સંબંધિત મોટો ટાર્ગેટનો સફાયો કરવાનો હશે. આ વખતની કાર્યવાહી સર્જિકલ નહીં, પરંતુ સિસ્ટેમિટક ડેમેજવાળી હશે.

આ પણ વાંચો: યુદ્ધ પહેલા પાકિસ્તાનનું રડવાનું ચાલુ, ભારતના ‘ડબલ એટેક’થી શું હાલ થશે, જાણો?

શા માટે ટાર્ગેટ કરવામાં આવશે આ શહેર, વિસ્તૃતમાં જાણો?

ગુપ્તચર વિભાગના અહેવાલ અનુસાર 26/11 આતંકવાદી હુમલા, પઠાણકોટ અને પહલગામ હુમલાની યોજના બનાવી હતી. એવું માનવામાં આવે છે કે ટોચના લીડર હાફિઝ સઈદ, સૈફુલ્લાહ, હાશીમ મુસા અને પાકિસ્તાનના અધિકારીઓની પણ નિયમિત અવરજવર રહે છે. એટલે લશ્કરના ઓપરેશન માટેનું હેડ-ક્વાર્ટર છે, તેથી આતંકવાદીઓને પાઠ ભણાવવા માટે એનાથી મોટો ટાર્ગેટ હોઈ શકે નહીં. પીઓકેમાં બંકર ખાલી કરવાની સાથે મદરેસા બંધ કરવામાં આવ્યા હવે પાકિસ્તાનની નજર પંજાબ પ્રાંત પર ગઈ છે અને ભારતનો આગામી ટાર્ગેટ હોઈ શકે છે.

આ પણ વાંચો: ભારતની પાકિસ્તાન પર ડિજિટલ સ્ટ્રાઈક યથાવત્ઃ હવે પાક.ના PMની યુટ્યુબ ચેનલ બ્લોક

13 મતવિસ્તારમાં ખાદ્ય પુરવઠો સંગ્રહિત કરવાનો આપ્યો આદેશ

ભારત સરકારની કાર્યવાહીને જોતા ભારત સંભવિત હુમલો કરી શકે છે, તેનાથી પાકિસ્તાન રીતસર ડરી ગયું છે. ભારતના પ્રતિબંધોની વચ્ચે પાકિસ્તાને હવે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (પીઓકે) નજીકના રહેવાસીઓને બે મહિના માટે ખાવાપીવાનો સામાન સંગ્રહ કરી રાખવાનો અનુરોધ કર્યો છે. પીઓકેના વડા પ્રધાન ચૌધરી અનવારુલ હકે વિધાનસભામાં કહ્યું હતું કે 13 મતવિસ્તારોમાં બે મહિના માટે ખાદ્ય પુરવઠો સંગ્રહિત કરવાની સૂચના આપવામાં આવી છે. ઉપરાંત, અહીંના પ્રાંત માટે ખોરાક, દવાઓ અને અન્ય તમામ જરુરિયાતો પૂરી પાડવા માટે એક અબજ રુપિયાનું ઈમર્જન્સી ફંડ બનાવ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button