બ્લ્યુ ફ્લોરલ સાડીમાં ફેન્સના હોંશ ઉડાવ્યા બી-ટાઉનની આ બેબે…

બોલીવૂડની બ્યુટી ક્વીન કરિના કપૂર-ખાન હંમેશાથી જ પોતાના રોયલ અને ફેશનેબલ લૂકને કારણે ચર્ચામાં રહે છે. હાલમાં ફરી એક વખત તેના એક ફોટોશૂટને કારણે બેબો ચર્ચામાં આવી ગઈ છે. એક્ટ્રેસે પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લેટેસ્ટ ફોટોશૂટના ફોટો શેર કર્યા છે, જે એકદમ વાઈરલ થઈ ગયા છે.
કરિના કપૂર-ખાને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી કેટલાક ફોટો શેર કર્યા છે, જે ઈન્ટરનેટ પર એકદમ ઝડપથી વાઈરલ થઈ ગયા છે. વાઈરલ થઈ રહેલાં આ ફોટો બેબોના લેટેસ્ટ ફોટોશૂટનો ભાગ હોવાનું કહેવાઈ રહ્યું છે. કરિના ફ્લોરલ પ્રિન્ટવાળી સાડીમાં કોઈ મહારાણી જેવી લાગી રહી છે. ફેન્સને પણ કરિનાનો આ અંદાજ ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
આ પણ વાંચો: કરિના કપૂર વિશે પાકિસ્તાની એક્ટરે એવું તે શું કહ્યું કે ચાહકો થઇ ગયા લાલઘૂમ?
આ ફોટોશૂટમાં માટે કરિનાએ બ્લ્યુ કલરની સાડી પહેરી છે અને આ લૂક બેબોએ વેવ્ઝ સમિટ-2025 માટે કેરી કર્યો હતો. તેણે આ સાડી સાથે એકદમ લાઈટ મેકઅપ, ખુલ્લા સ્ટ્રેટવાળ, કાનમાં ટોપ્સ અને હાથમાં એક વિન્ટેજ વોચ પહેરી છે. કરિનાનો આ સિમ્પલ બટ સોબર લૂક ફેન્સની દિલની ધડકનો વધારી રહ્યો છે.
વાત કરીએ કરિનાએ પહેરેલી સાડીની તો કરિનાએ પહેરેલી સાડીની કિંમત 26,500 રૂપિયા હોવાનું કહેવાય છે. જે બ્રાન્ડની સાડી કરિનાએ પહેરી છે એ સાઈટની વેબસાઈટ પર જ એ સાડીની કિંમત જણાવવામાં આવી છે. કરિનાના આ લૂક પર ફેન્સ લાઈક્સ અને કમેન્ટ કરીને પ્રેમ વરસાવી રહ્યા છે. ફેન્સ તેના ફોટો પર કમેન્ટ કરતાં મહારાની, ફેશન ડીવા જેવા શબ્દો લખી રહ્યા છે.
આ પણ વાંચો: આ કોણે કરિના કપૂર-ખાનને પાકિસ્તાન મોકલાવવાની વાત કહી?
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કરિના કપૂર છેલ્લે રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમ અગેનમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં અજય દેવગણ અને અક્ષય કુમાર જેવા સ્ટાર્સ પણ જોવા મળ્યા હતા. તમે પણ કરિનાનો આ વાઈરલ લૂક ના જોયો હોય તો અત્યારે જ અહીં જોઈ લો…