અમદાવાદ

ચંડોળામાં મેગા ડિમોલિશનઃ ઝૂંપડા ખાલી નહીં કરનાર સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધવાની ચેતવણી

અમદાવાદ: અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગુજરાતનું સૌથી મોટું ડિમોલિશન કરવામાં આવ્યું છે. અહીં ગેરકાયદે બાંધકામ કરાયેલી 1.5 લાખ ચોરસ મીટરની સરકારી જમીનને અમદાવાદ મનપા દ્વારા દ્વારા ખાલી કરાવવામાં આવી છે. તેમાં મોટી અપડેટ એવી પ્રકાશમાં આવી છે કે ચંડોળા ડિમોલિશનની કાર્યવાહી તો હાલ સ્થગિત કરવામાં આવી છે, પરંતુ હવે ગેરકાયદે રહેતા લોકો જો સ્વૈચ્છિક રીતે ઝુંપડા ખાલી નહીં કરે તેમની સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવશે.

અહીં એ જણાવવાનું કે લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન કાયદાના ભંગ કરનારાને ઓછામાં ઓછી દસ વર્ષની જેલ છે અને 14 વર્ષ લંબાવી શકાય છે. પાલિકા પ્રશાસન દ્વારા અહીંના વિસ્તારમાં જ્યારે પોલીસ સઘન કોમ્બિંગ કર્યું ત્યારે 150થી પણ વધારે બાંગ્લાદેશી મળી આવ્યાં હતાં. જેમની સામે હવે પોલીસે કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો: લલ્લા બિહારી રાજસ્થાનથી ઝડપાયો, અમદાવાદના ચંડોળા તળાવમાં ઊભું કર્યું હતું મિનિ બાંગ્લાદેશ

ચંડોળા વિસ્તારમાં 1.5 લાખ ચોરસ મીટરની જગ્યા ખાલી

ચંડોળા તળાવ વિસ્તારમાં કરવામાં આવેલા ડિમોલિશન દરમિયાન અમદાવાદ મનપા દ્વારા આશરે 4 હજાર જેટલા કાચાં-પાકાં મકાનો અને ઝૂંપડાઓ હટાવી દેવામાં આવ્યાં છે. અહીં ગેરકાયદે આવેલા બાંગ્લાદેશીઓના ઝૂંપડાઓને તંત્ર દ્વારા ડિમોલિશન કરીને હટાવી દેવામાં આવ્યાં છે, જ્યારે બાકીનાઓને ચેતવણી પણ આપી દેવામાં આવી છે. જો સત્વરે ઝુંપડા ખાલી કરવામાં નહીં આવે તો તેમની સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધવામાં આવશે. ચંડોળા તળાવમાં ત્રણ દિવસ સુધી ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી.

આ પણ વાંચો: ચંડોળાથી ભાગેલા 9 બાંગ્લાદેશીઓને મુન્દ્રા અને મહેસાણામાંથી ઝડપી પાડવામાં આવ્યાં

રૂપિયા 3 કરોડના ખર્ચે પ્રોટેક્શન વૉલ બનાવવામાં આવશે

ગેરકાયદે બાંધકામ કરાયેલી 1.5 લાખ ચોરસ મીટર સરકારી જમીન ખાલી કરાવ્યા બાદ હવે તંત્ર દ્વારા ચંડોળા તળાવની ફરતે રૂપિયા 3 કરોડના ખર્ચે પ્રોટેક્શન વૉલ બનાનવામાં આવશે. જેની કામગીરી શરૂ પણ કરી દેવામાં આવી છે. વિગતે વાત કરવામાં આવે તો, અમદાવાદ મનતા દ્વારા આ તળાવની ફરતે 3 કરોડ રૂપિયાના ખર્ચે પ્રોટેક્શન વોલ બનાવવાનું (5 કિલોમીટર) શરૂ કરી દેવામાં આવી છે.

એટલું જ નહીં પણ ચંડોળા તળાવનો કાંકરિયા તળાવની જેવો જ વિકાસ કરવામાં આવશે. જેવી રીતે કાંકરિયા તળાવ ખાતે ફરવા માટે લોકો આવે છે અને તેવી રીતે ચંડોળા તળાવ ખાતે પણ લોકો મનોરંજન માટે આવશે. કારણે કે, ચંડોળા તળાવનો આધુનિક ઢબે વિકાસ કરવામાં આવશે તેવું અમદાવાદમાં મનપા દ્વારા કહેવામાં આવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button