IPL 2025

હૈદરાબાદે ફીલ્ડિંગ પસંદ કરી, ગુજરાતની ટીમમાં જાણીતા વિકેટ-ટેકિંગ બોલરનો સમાવેશ

અમદાવાદઃ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ના કૅપ્ટન પૅટ કમિન્સે આજે ટૉસ જીતીને પહેલાં ફીલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. યજમાન ગુજરાત ટાઇટન્સ (GT)ની ટીમને 2024ના હાર્ડ-હિટર્સ હૈદરાબાદીઓ સામે મોટો સ્કોર નોંધાવવાનો મોકો મળ્યો છે.

હૈદરાબાદની ટીમે છેલ્લી મૅચની પ્લેઇંગ-ઇલેવન જાળવી રાખી છે, પરંતુ ગુજરાતની ટીમમાં એક ફેરફાર કરાયો છે. અફઘાનિસ્તાનના પેસ બોલર કરીમ જનતના સ્થાને જેરાલ્ડ કૉએટઝી (GERALD COETZEE)ને પ્લેઇંગ-ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે. મુંબઈ ઇન્ડિયન્સ વતી રમી ચૂકેલા સાઉથ આફ્રિકન ફાસ્ટ બોલર કૉએટઝીએ અગાઉ આઇપીએલમાં સારું પર્ફોર્મ કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે આ અઠવાડિયાની શરૂઆતમાં રાજસ્થાન રૉયલ્સના 14 વર્ષના ટાબરિયા વૈભવ સૂર્યવંશીએ કરીમ જનતનું ડેબ્યૂ બગાડી નાખ્યું હતું. સૂર્યવંશીએ તેની પહેલી જ ઓવરમાં છ સિક્સર અને છ ફોર સહિત કુલ 30 રન બનાવ્યા હતા.
છઠ્ઠી એપ્રિલે હૈદરાબાદમાં રમાયેલી મૅચમાં ગુજરાતે સનરાઇઝર્સ સામે 20 બૉલ બાકી રાખીને સાત વિકેટના માર્જિનથી વિજય મેળવ્યો હતો. 17 રનમાં હૈદરાબાદની ચાર વિકેટ લેનાર ગુજરાતના મોહમ્મદ સિરાજને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.

બન્ને ટીમની પ્લેઇંગ-ઇલેવન

ગુજરાતઃ શુભમન ગિલ (કૅપ્ટન), બી. સાઇ સુદર્શન, જૉસ બટલર (વિકેટકીપર), શાહરુખ ખાન, વૉશિંગ્ટન સુંદર, રાહુલ તેવાટિયા, રાશીદ ખાન, મોહમ્મદ સિરાજ, જેરાલ્ડ કૉએટઝી, સાઇ કિશોર અને પ્રસિદ્ધ ક્રિષ્ના. ઇમ્પૅક્ટ પ્લેયર માટેના વિકલ્પોઃ ઇશાંત શર્મા, મહિપાલ લૉમરોર, અનુજ રાવત, અર્શદ ખાન, શેરફેન રુધરફર્ડ.

હૈદરાબાદઃ પૅટ કમિન્સ (કૅપ્ટન), અભિષેક શર્મા, ઇશાન કિશન, નીતીશ કુમાર રેડ્ડી, હિન્રિક ક્લાસેન (વિકેટકીપર), અનિકેત વર્મા, કમિન્ડુ મેન્ડિસ, હર્ષલ પટેલ, જયદેવ ઉનડકટ, ઝીશાન અન્સારી અને મોહમ્મદ શમી. ઇમ્પૅક્ટ પ્લેયર માટેના વિકલ્પોઃ અભિનવ મનોહર, સચિન બૅબી, ટ્રૅવિસ હેડ, રાહુલ ચાહર, વિઆન મુલ્ડેર.

આ પણ વાંચો…14 વર્ષના વૈભવ સૂર્યવંશીની નેટવર્થની ચર્ચાઃ બ્રેન્ડ એન્ડોર્સમેન્ટની ઑફર આવવા લાગી!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button