યુદ્ધ પહેલા પાકિસ્તાનનું રડવાનું ચાલુ, ભારતના ‘ડબલ એટેક’થી શું હાલ થશે, જાણો?

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો થયો હતો. આ આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામ આકરા પગલા ભર્યા હતાં. ભારત સરકારે તમામ પાકિસ્તાનીઓના વિઝા રદ કરી દેવાનો નિર્ણયો કર્યો હતો, જેમાં પાકિસ્તાની નાગરિકોને 30મી મે સુધીમાં ભારત છોડી દેવાનો આદેશ આપી દેવામાં આવ્યો હતો. પરંતુ હવે પાકિસ્તાને ફરી ભારત સામે ઝેર ઓકી રહ્યું છે. 30મી મે બાદ પણ હજી વાઘા બોર્ડર પર પાકિસ્તાની નાગરિકો ફસાયેલા છે. જેથી પાકિસ્તાનની સરકારે એલાન કર્યું છે કે અમે અમારા નાગરિકોને પાછા લેવા માટે તૈયાર છીએ. વધુમાં પાકિસ્તાને એવું પણ કહ્યું છે કે ભારતે પાકિસ્તાનીઓની વિઝા રદ કરીને માનવતાને ઠેસ પહોંચાડી છે.
70 જેટલા પાકિસ્તાનીઓ વાઘા બોર્ડર પર ફસાયેલા
ભારતે પાકિસ્તાનીઓને દેશ છોડવા માટે 30મી મે સુધીનો સમય આપ્યો હતો. પરંતુ હજી પણ 70 જેટલા પાકિસ્તાનીઓ વાઘા બોર્ડર પર ફસાયેલા છે. જેથી પાકિસ્તાન બોખલાઈ ગયું છે. પાકિસ્તાને પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરવાના ભારત સરકારના નિર્ણયની ટીકા કરી હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે. પાકિસ્તાનો કહ્યું હતું કે, તેનાથી ગંભીર માનવતાવાદી કટોકટી ઊભી થઈ છે કારણ કે તે ભારતમાં સારવાર લઈ રહેલા પરિવારો અત્યારે હેરાન થઈ રહ્યાં છે. ભારતે પાકિસ્તાની નાગરિકોને ભારત છોડવાનો આદેશ આપ્યો હતો તેમાં સાર્ક વિઝા ધારકોનો પણ સમાવેશ થાય છે. દરમિયાન, મેડિકલ વિઝા ધરાવતા પાકિસ્તાની નાગરિકોને 29 એપ્રિલ સુધીમાં ભારત છોડવાની સલાહ આપવામાં આવી હતી.
પહલગામ આતંકવાદી હુમલા માટે પાકિસ્તાન જ જવાબદાર
આતંકવાદ સામે ભારત વર્ષોથી લડી રહ્યો છે, માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વભરના દેશો આતંકવાદ સામે લડી રહ્યાં છે. પરંતુ પાકિસ્તાન આતંકવાદને પોષી રહ્યું છે. પહલગામ સહિત મોટા ભાગના આતંકવાદી હુમલા માટે પાકિસ્તાન જ જવાબદાર છે. આતંકવાદને પોષીને પાકિસ્તાન અત્યારે પાયમાલ થઈ રહ્યું છે. ત્યાંની સ્થિતિ અત્યારે કથળી છે. હવે પાકિસ્તાન સામે ભારત મોટી કાર્યવાહી કરવા માટે તૈયારી કરી રહ્યો છે. ભારતે આ વખતે સૈન્યકાર્યવાહી નથી કરી પરંતુ હા એવા નિર્ણયો લીધો છે, જેના કારણે પાકિસ્તાનની કમર ભાગી છે અને તેને ભાન પણ થયું છે. ભારતે લીધેલા આ નિર્ણયોના કારણે પાકિસ્તાન આર્થિક રીતે પડી ભાગ્યું છે
ભારત પાકિસ્તાન સામે આતંરરાષ્ટ્રીય કક્ષાએ મોટી કાર્યવાહી કરશે
ભારત હવે વિશ્વભરના દેશોને સાથે રાખીને પાકિસ્તાનની પોલ ખોલવાની તૈયારી કરી રહ્યું છે. ભારતે કહ્યું કે, પાકિસ્તાન વિશ્વના દેશો પાસેથી મદદ લઈને આતંકવાદીને સંરક્ષણ આપી રહ્યું છે, જેના કારણે આતંકવાદી હુમલાઓ સતત વધી રહ્યાં છે. જેથી ભારત હવે પાકિસ્તાન સામે આતંરરાષ્ટ્રીય કક્ષાએ મોટી કાર્યવાહી કરવાની છે જેમાં પાકિસ્તાનને ફરી એકવાર ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)ની ગ્રે લિસ્ટમાં સામેલ કરવાનો પ્રયત્ન કરવાનો છે. આ લિસ્ટમાં આવ્યાં પછી કોઈ પણ દેશ પાકિસ્તાનને સીધી રીતે મદદ નહી કરી શકે. જો ભારતે આ કામ કરી દીધું અને પાકિસ્તાને આ લિસ્ટમાં સામેલ કરાવી દીધું તો પાકિસ્તાન વધારે કંગાળ થઈ જશે. આ પહેલા 2018માં પણ ભારતના કહેવાથી પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં સામેલ હતું. જો કે પછી આતંકવાદ સામે થોડી કાર્યવાહી કરી હતી, જેના કારણે તે લિસ્ટમાંથી પાકિસ્તાનને બહાર કરવામાં આવ્યું હતું.
FATF અધિવેશનમાં ભારત પાકિસ્તાન સામે અવાજ ઉઠાવશે
FATFમાં અત્યારે કુલ 40 સભ્ય છે, જેમાં 200થી પણ વધારે દેશો FATFના નિયમોને માન્ય રાખે છે. FATFનું દર વર્ષ ત્રણ વખતે અધિવેશન ભરાય છે. મોટા ભાગે આ બેઠક ફેબ્રુઆરી, જૂન અને ઓક્ટોબરમાં આ બેઠક મળે છે. આ વખથે જે અધિવેશન મળશે તેમાં ભારત પાકિસ્તાન સામે અવાજ ઉઠાવશે અને તેના ગ્રે લિસ્ટમાં સામેલ કરવાનો પ્રસ્તાવ મુકશે. અત્યારે ગ્રે લિસ્ટમાં કુલ 23 દેશો સામેલ છે જે યાદીમાં ફિલિપાઈન્સ, સિરિયા, યમન, ઝિમ્બાવે, યુગાંડા, મોરક્કો, જમૈકા, કમ્બોડિયા, બુર્કિના ફાસો, દક્ષિણ સુડાન અને બારબાડોસનો સમાવેશ થાય છે.
ભારત પાકિસ્તાનને આર્થિક રીતે પણ બરબાદ કરશે
ગ્રે લિસ્ટ સાથે સાથે ભારત પાકિસ્તાનને આઈએમએફમાંથી મળતી આર્થિક મદદ બંધ કરાવવા માટે પણ પ્રયત્ન કરશે. આ બેઠક 9મી મે મળવાની છે. વિશ્વભરના દેશોએ આતંકવાદ સામે લડવા માટે ભારતને સમર્થન આપ્યું છે. જેથી પાકિસ્તાનને મળતી આ આર્થિક મદદ બંધ કરાવવા માટે પણ ભારતને સફળતા મળી શકે છે. આઈએમએફમાંથી જે આર્થિક મદદ પાકિસ્તાનને મળે છે, તે પાકિસ્તાન આતંકવાદી પ્રવૃતિઓ પાછળ ખર્ચ છે કે, જેની પોલ હવે ખૂલી ગઈ છે. મહત્વની વાત એ પણ છે કે, જો પાકિસ્તાનને IMFનું આ ફંડ મળી જાય છે તો તે ભારત સામે લડવા માટે સૈન્ય તાકાત વધારી શકે છે, જેથી ભારતે કોઈ પણ ભોગે આ ફંડનો રોકવા માટે પ્રયત્ન કરવો જ પડશે.
આ પણ વાંચો: ભારત સરકાર એકશન મોડમાં, પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફનું એક્સ એકાઉન્ટ બેન કર્યું