મનોરંજન

બોડી હગિંગ જંપસૂટમાં મલાઈકા અરોરાએ આ કોની સાથે લગાવ્યા ઠુમકા?

બોલીવૂડની બ્યુટીફૂલ એક્ટ્રેસ અને છૈંયા છૈંયા ગર્લ મલાઈકા અરોરા ભલે ફિલ્મોથી દૂર હોય પણ તે પોતાની પર્સનલ લાઈફને કારણે ખૂબ જ ચર્ચામાં આવતી રહે છે. હાલમાં સોશિયલ મીડિયા પર મલાઈકાનો બોલીવૂડ એક્ટર રાજકુમાર રાવ સાથે ડાન્સ કરતો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મલાઈકાએ રાજકુમાર રાવ સાથે એવા ઠુમકા લગાવ્યા છે કે જે જોઈને તમારી હાર્ટ પણ હાર્ટબીટ વધી જશે. આવો જોઈએ શું છે ખાસ આ વીડિયોમાં-

વાત જાણે એમ છે કે હાલમાં રાજકુમાર રાવ અને વામિકા ગિબ્બી પોતાની આગામી ફિલ્મ ભૂલ ચૂક માફના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ 9મી મેના રિલીઝ થઈ રહી છે. હાલમાં જ મેકર્સે ફિલ્મના સુપર એનર્જેટિક સાઉન્ડ ટ્રેક ચોર બજારી ફિર સે રિલીઝ કર્યું છે અને ત્યારથી જ આ ટ્રેક સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે. આ જ ગીત પર મલાઈકા અને રાજકુમાર રાવે હિપ હોપ ઈન્ડિયા સિઝન ટુના મંચ પર ડાન્સ કર્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
મલાઈકાએ ખુદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર કર્યો છે. ફેન્સ પણ આ વાઈરલ વીડિયો પર લાઈક્સ અને કમેન્ટ કરીને પોસ્ટ પ્રેમ વરસાવી રહ્યા છે. એક ફેને આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે મલાઈકાએ ડાન્સ કરતાં કરતાં સાત વખત આંખ મારી છે. બીજા એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે ચોર બજારનું તો નથી ખબર પણ બધાનું દિલ ચોક્કસ ચોરી લીધું છે.

આ પણ વાંચો: હવે મલાઈકા અરોરા કોની સાથે જોવા મળી, જોઈ લો વાઈરલ તસવીરો…

ફેન્સ સિવાય સેલેબ્સ પણ મલાઈકા અને રાજકુમાર રાવના આ ડાન્સ વીડિયો પર કમેન્ટ કરતાં પોતાની જાતને રોકી શક્યા નહોતા. આ વીડિયો પર સૈફ અલી ખાનની મોટી બહેન સબા ખાન પટૌડીએ ત્રણ હાર્ટ ઈમોજી શેર કર્યા હતા. સૂવી સરને કમેન્ટ કરતાં લખ્યું હતું ખરેખર અવિશ્વસનીય છે આ કે તમે આટલા ટેલેન્ટેડ છે.

આ પણ વાંચો: મલાઈકા કેઝ્યુઅલ આઉટફિટમાં જોવા મળી, કોઈ કહેશે એકાવનની છે?

વાત કરીએ મલાઈકાના લૂકની તો આ સમયે મલાઈકા અરોરેએ બોડી હગિંગ જંપસૂટ, બ્લેક સ્ટોકિંગ્સ, ચમકીલી હિલ્સ, ખૂલ્લા વાળ અને ગ્લેમરસ મેકઅપ કર્યો હતો, જેમાં હંમેશની જેમ મલાઈકા એકદમ સુંદર લાગી રહી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે હિપ હોપ ઈન્ડિયા સિઝન ટુને જાણીતા કોરિયોગ્રાફર રેમો ડિસૂઝા, એક્ટ્રેસ અને મોડેલ મલાઈકા અરોરા જજ કરે છે. જ્યારે વિકેડ સની અને મનિષા રાની સિઝનના હોસ્ટ છે.

તમે પણ મલાઈકા અરોરાનો આ મારકણીઅદાઓવાળો ડાન્સ ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button