મનોરંજન

લગ્નના બે વર્ષમાં આ કપલ થયું અલગ

કરણ વીરમેહરા-નિધિ સેઠના થયા ડિવોર્સ

બદલાતા જમાનામાં જેટલી સરળતાથી અને ઝડપથી સંબંધો બને છે એટલા જ જલદી તૂટી પણ જાય છે. આજકાલના સંબંધો ઇનસ્ટંટ નુડલ્સ જેવા થઇ ગયા છે એમ કહેવું ખોટું નહીં હોય. કેટલાક સંબંધો એકબીજાની બેવફાઇથી તૂટે છએ તો કેટલાક સંબંધોમાં કપલ સાથે મળીને અલગ થવાનો નિર્ણય કરે છે. બી-ટાઉનમાં પણ એવા કેટલાક કપલ્સ છે જેમણે વર્ષોના સંબંધોનો અંત આણ્યો છે.

આવું જ કંઇક ટીવીના બે જાણીતા સ્ટાર સાથે થયું છે. એક્ટર કરણ વીર મહેરા અને નિધિ સેઠના ડિવોર્સ થઇ ગયા છે. બંનેના લગ્ન 2021ના જાન્યુઆરીમાં થયા હતા, પરંતુ લગ્નના કેટલાક મહિના બાદ જ બંનેના સંબંધોમાં ખટાશ આવી ગઇ હતી.


કપલે લગ્નના બે વર્ષ બાદ અલગ થવાનો નિર્ણય લીધો હતો. આ વાતની માહિતી નિધિએ આપી હતી. એણે જણાવ્યું હતું કે ત્રણ મહિના પહેલા જ તેમના ડિવોર્સ થઇ ગયા હતા. બંને એક વર્ષ પહેલા જ અલગ થઇ ગયા હતા. કોઇ પણ સંબંધમાં રોજ ઝઘડો કંકાસ થાય ત્યારે સાથે રહેવું અશક્ય બની જાય છે. માનસિક શાંતિ અને એકબીજા પ્રત્યે પ્રેમ, વિશ્વાસ અને આર્થિક રીતે સક્ષમતા લગ્ન માટે જરૂરી છે. કોઇ પણ સંબંધ બાંધતા પહેલા ગંભીરતાથી વિચાર કરવો જોઇએ.


એપ્રિલ મહિનામાં જ કરણવીર અને નિધિ વચ્ચે અણબનાવના સમાચાર આવ્યા હતા. એક વેબ પોર્ટલના જણાવ્યા અનુસાર ત્યારથી જ બંને સાથે રહેતા નહતા. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પરથી કરણની તમામ તસવીરો પણ ડિલીટ કરી દીધી હતી. જોકે, એ સમયે કપલે કંઇ પણ જણાવવાનો ઇનકાર કર્યો હતો.


બાય ધ વે કરણવીર મહેરાના આ બીજા લગ્ન હતા. તેણે 2009માં તેની બાળપણની મિત્ર દેવિકા સાથે લગ્ન કર્યાહતા અને 2018માં તેમના છૂટાછેડા થઇ ગયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button