નેશનલ

ઘૂંટણની વચ્ચે મુકેલી રાઈફલમાંથી ગોળી છૂટી અને…..

સીકર (રાજસ્થાન) ઃ વિજયાદશમીના દિવસે રાજસ્થાનના સીકર જિલ્લામાં એક દર્દનાક અકસ્માત થયો છે. કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)ના એક જવાનનું અહીં મોત થયું હતું. મળતી માહિતી મુજબ, સૈનિકને ચાલતા વાહનમાં સર્વિસ રાઇફલમાંથી છૂટેલી ગોળી અકસ્માતે વાગી હતી, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પોલીસે આ વાતની પુષ્ટિ કરી છે.

ફતેહપુર કોતવાલી ઈન્ચાર્જ ઈન્દ્રરાજ મરોડિયાએ જણાવ્યું કે CISF જવાન દેવીલાલ વિધાનસભા ચૂંટણીની ફરજમાં રોકાયેલી ફ્લાઈંગ સ્કવોડનો ભાગ હતો. કેમ્પથી માંડ 100 મીટરના અંતરે આ ઘટના બની ત્યારે તે કેમ્પમાં પરત ફરી રહ્યો હતો. તેણે કહ્યું, “સૈનિકે પોતાના ઘૂંટણની વચ્ચે રાઈફલ રાખી હતી જ્યારે અચાનક ગોળી છૂટી અને આકસ્મિક રીતે તેને વાગી ગઈ હતી.” દેવીલાલ ઝુંઝુનુ જિલ્લાના રહેવાસી હતા અને રાજ્યમાં ચૂંટણી ફરજ પર હતા. કારમાં ડ્રાઈવર સહિત કુલ છ લોકો સવાર હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button