અર્જુન કપૂરની ગર્લ ફ્રેન્ડની સાચી ઉંમર કેટલી, ખબર છે?
મુંબઈ: પુરુષને પગાર અને મહિલાને તેની ઉંમર કોઈ પૂછે એ વાજબી લાગતું નથી, જ્યારે બોલીવુડમાં તો અભિનેત્રીઓ આજે પણ પોતાની ઉંમર છુપાવતી હોય છે, પણ તાજેતરમાં અર્જુન કપૂરની ગર્લફેંડે પોતાની સાચે ઉંમર જણાવ્યા પછી ચર્ચામાં આવી ગઈ છે.
બોલિવુડમાં બોલ્ડ અને પોતાની ઉંમરથી નાના અભિનેતા અર્જુન કપૂર સાથે રિલેશનમાં રહેનારી અભિનેત્રી મલાઈકા અરોરા બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. ભલે, તેને કોઈ ફિલ્મોમાં ભાગ્યે જ જોવા મળે છે, પરંતુ કોઈને કોઈ કારણોસર તે હંમેશા સમાચારમાં રહે છે. તાજેતરમાં તેણે તેના જન્મદિવસની ઉજવણી અને તેની ચોક્કસ ઉંમર જાહેર કરી છે.
ગઇકાલે એટલે સોમવારે મલાઈકાનો જન્મદિવસ હતો. સોશિયલ મીડિયા પર દિવસભર તેના ચાહકો અને મનોરંજન ઉદ્યોગના મિત્રો તરફથી શુભકામનાઓનો મારો ચાલુ રહ્યો હતો. બધાએ વિચાર્યું હતું કે મલાઈકા ગઈકાલે તેનો 50મો જન્મદિવસ છે, પરંતુ વાસ્તવમાં એવું નહોતું. ગઇકાલે સોમવારે તેણે પોતાની કેટલીક તસવીરો શેર કરતી વખતે કેપ્શનમાં પોતાની ઉંમરનો ઉલ્લેખ કરી નાખ્યો હતો.
મલાઈકાએ કોઈ પણ ભવ્ય ઉજવણી વિના પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. તેને શેર કરેલી તસ્વીરોમાં તે તેના મનપસંદ સ્થાન પર તેનું મનપસંદ ફૂડ ખાતી જોવા મળી રહી છે. આ ફોટો શેર કરતી વખતે તેણે કેપ્શનમાં સ્પષ્ટતા કરી હતી કે તેની ઉંમર 50 નહીં પરંતુ 48 વર્ષની છે. તેણે લખ્યું હતું કે તેણે પોતાનો 48મો જન્મદિવસ ઉજવ્યો હતો, તેથી આટલા લાંબા સમયથી બધા મલાઈકાની ઉંમરને ખોટી ગણી રહ્યા હતા. મલાઈકાએ પોતે જ બધાની આ માન્યતાને દૂર કરી દીધી છે.