આપણું ગુજરાત

અમદાવાદમાં સારવાર લેતાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ગિરિજા વ્યાસનું નિધન, કૉંગ્રેસમાં શોકનો માહોલ

અમદાવાદઃ કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ગિરિજા વ્યાસનું ( ઉ.વ.79)નું નિધન થયું હતું. થોડા દિવસો પહેલા ઉદયપુરમાં તેઓ ઘરમાં આરતી કરતી વખતે ગંભીર રીતે દાઝ્યા હતા. જે બાદ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.

31 માર્ચે ગિરિજા વ્યાસ ઉદયપુર શહેરમાં તેમના ઘરે આરતી કરતી વખતે દાઝી ગયા હતા. જે બાદ તેમને તાત્કાલિક ઉદયપુરની ખાનગી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ લાવવામાં આવ્યા હતા.

ગિરિજા વ્યાસના નિધનના સમાચાર આવતાં જ રાજસ્થાન કૉંગ્રેસમાં શોકની લહેર ફરી વળી હતી. પૂર્વ મુખ્ય પ્રધાન અશોક ગહલોતે એક્સ પર લખ્યું, પૂર્વ કેન્દ્રીય પ્રધાન તથા પૂર્વ કૉંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ડૉ. ગિરિજા વ્યાસનું નિધન અમારા માટે એક મોટી ખોટ છે. તેમણે રાજનીતિ તથા સમાજ સેવામાં મોટું યોગદાન આપ્યું હતું.

ગિરિજા વ્યાસે રાજ્ય અને કેન્દ્ર બને સરકારમાં પ્રધાન તરીકે કામ કર્યું હતું. તેઓ કૉંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ તથા રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રહી ચુક્યા છે. 1991માં તેઓ ઉદયપુર લોકસભા સીટથી ચૂંટણી લડીને સંસદ પહોંચ્યા હતા અને નરસિંહા રાવ સરકારમાં મંત્રી રહ્યા હતા.

જન્મ: 8 જુલાઈ 1946, નાથદ્વારા
મૃત્યુ: 1 એપ્રિલ, 2025, અમદાવાદ
ફિલોસોફીમાં ડોક્ટરેટ; મુમલાલ સુખડિયા યુનિવર્સિટી અને ડેલવેર યુનિવર્સિટીમાં શિક્ષણ
લેખિકા-કવિયત્રી આઠ પુસ્તકો, જેમાં ‘એહસાસ કે પાર’, ‘સીપ, સમંદર ઔર મોતી’ અને ‘નોસ્ટાલ્જિયા’
1985માં તેઓ રાજસ્થાન વિધાનસભામાંથી પહેલી વાર ધારાસભ્ય બન્યા, 1990 સુધી પ્રવાસન મંત્રી રહ્યા.
1991-1999: ઉદયપુરથી ત્રણ વખત લોકસભા સાંસદ; માહિતી અને પ્રસારણ મંત્રાલયના રાજ્ય પ્રધાન.
2001-2004: રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ.
2005-2011: રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ.
જૂન 2013-મે 2014 કેન્દ્રીય મંત્રીમંડળમાં શહેરી ગૃહનિર્માણ અને ગરીબી નિવારણ પ્રધાન

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button