શિખર ધવનના જીવનમાં થઈ આ કોની એન્ટ્રી? પોસ્ટ થઈ વાઈરલ…

ટીમ ઈન્ડિયામાં ગબ્બરના હુલામણા નામે ઓળખાતા સ્ટાર ખિલાડી શિખર ધવન ભલે ક્રિકેટ અને આઈપીએલમાંથી રિટાયરમેન્ટ લઈ ચૂક્યા છે, પણ પર્સનલ લાઈફમાં શિખર ધવને નવી ઈનિંગ શરૂ કરી દીધું હોય એવું લાગી રહ્યું છે. સો કોલ્ડ રૂમર્ડ ગર્લફ્રેન્ડ સાથેના અફેયરની અફવાઓ બાદ હવે ધવને સોશિયલ મીડિયા પર પોતાના પ્રેમનો ઈઝહાર કરી દીધો છે અને આ વાતની સાબિતી મળે છે શિખરની સોશિયલ મીડિયા પોસ્ટ પરથી.
વાત જાણે એમ છે કે સોશિયલ મીડિયા પર શિખર ધવને સોફી શાઈન સાથેની એક સેલ્ફી શેર કરી છે. આ સેલ્ફીને ખાસ બનાવી હતી તેની કેપ્શને. લાંબા સમયથી શિખર અને સોફીના અફેયરની ચર્ચા ચાલી રહી છે. શિખરે સોફી સાથેની સેલ્ફી પોસ્ટ કરતાં કેપ્શનમાં લખ્યું હતું કે માય લવ.
આ પણ વાંચો: શિખર ધવન નવી ગર્લફ્રેન્ડથી રોમાંચિત, પણ પુત્રના વિરહને લીધે ગમગીન
આઈપીએલ 2025થી બહાર થયા બાદ હવે પોતાની પ્રોફેશનલ નહીં પણ પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં આવી રહ્યો છે. શિખર ધવન વારંવાર પોતાની રૂમર્ડ ગર્લ ફ્રેન્ડ દેખાઈ રહ્યો છે. ફેન્સને શિખરનો આ બદલાઈ રહેલો અંદાજ ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
શિખર ધવન અનેક વખત સોફી શાઈન સાથે દેખાઈ ચૂક્યો છે અને અનેક રિપોર્ટમાં બંનેનું અફેયર ચાલી રહ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. હવે શિખર ધવને પોતાના પ્રેમની ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરી દીધી હોય એવું આ પોસ્ટ પરથી લાગી રહ્યું છે. શિખર અને સોફીનો આ ફોટો સોશિયલ મીડિયા આગની જેમ વાઈરલ થઈ રહ્યો છે.
ફેન્સને સોફી અને શિખરની જોડી ખૂબ જ પસંદ આવી રહી છે અને ફેન્સ બંનેને મેડ ફોર ઈચ અધર કહી રહ્યા છે. તેમની સેલ્ફી પર લાઈક્સ અને કમેન્ટ કરીને ફેન્સ પ્રેમ વરસાવી રહ્યા છે અને તેને નવી શરુઆત માટે શુભેચ્છા આપી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે શિખર ધવન ડિવોર્સ બાદના ઈમોશનલી બ્રેકડાઉનમાંથી ખૂબ જ મહેનતથી બહાર આવ્યો હતો. પરંતુ હવે સોફી નામની બહાર શિખર ધવનના જીવનમાં આવતા ચોક્કસ શિખર અત્યારે સુખના શિખર પર હશે એ વાતમાં કોઈ શંકા જ નથી… તમે પણ શિખર ધવનનો આ વાઈરલ ફોટો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો…