શેરબજાર: સેબી પાસે સૌથી મોટા મશીનરી એક્સપોર્ટરે ડીઆરએચપી જમા કરાવ્યું
ડીઆરએચપી જમા કરાવ્યું

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: અમેરિકા અને યુએઇમાં હાજરી ધરાવતી બાંધકામ મશીનરીના નિકાસ વેપારમાં સૌથી મોટી ખેલાડી જિંકુશાલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (જેકેઆઇપીએલ)એ પ્રારંભિક જાહેર ઓફર માટે ડીઆરએચપી ફાઇલ કર્યું છે. કંપનીને ભારત સરકારના ડીજીએફટી દ્વારા થ્રીસ્ટાર એક્સપોર્ટ હાઉસ તરીકે માન્યતા આપવામાં આવી છે. આ ડીઆરએચપીની તારીખ સુધીમાં, કંપનીએ યુએઇ, મેક્સિકો, નેધરલેન્ડ્સ, બેલ્જિયમ, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને યુકે સહિત ત્રીસથી વધુ દેશોમાં બાંધકામ મશીનોની નિકાસ કરી છે.
કેર એજના રિપોર્ટ અનુસાર કંપની ૬.૯૦ ટકાના બજાર હિસ્સા સાથે નોન-ઓઇએમ સેગમેન્ટની સૌથી મોટી ક્ધસ્ટ્રકશન મશીન એક્સ્પોર્ટર છે, જે વૈશ્ર્વિક બજારોમાં નવા અથવા કસ્ટમાઇઝ્ડ અને વપરાયેલા અથવા નવીનીકૃત બાંધકામ મશીનોના નિકાસ વેપારમાં સંકળાયેલી છે. કંપની હાઇડ્રોલિક એક્સકેવેટર્સ, મોટર ગ્રેડર્સ, બેકહો લોડર્સ, સોઇલ કોમ્પેક્ટર્સ, વ્હીલ લોડર્સ, બુલડોઝર, ક્રેન્સ અને ડામર પેવર્સ જેવા બાંધકામ મશીનોના નિકાસ વેપારમાં નિષ્ણાત છે.