આપણું ગુજરાત

ફરી ગોંડલ ગાજશેઃ અલ્પેશ કથીરિયા બે નંબરના ધંધા કરનારાના પુરાવા આપવા જશે ગોંડલ

સુરતઃ શહેરમાં કથીરિયા પરિવારના સ્નેહમિલન સમારોહમાં અલ્પેશ કથીરિયાએ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, ગોંડલમાં જે સત્તા ઉપર છે તેઓ કયા બે નંબરના ધંધા કરે છે, એના તમામ પુરાવા અમે લોકોને આપીશું.

ક્યાં ગેમ્બલિંગ કરે છે? કોના ફાર્મહાઉસમાં બાયોડીઝલનો ધંધો ચાલે છે? જીએસટીનાં ખોટાં બિલો બનાવીને ખોટા ઇનવોઇસ ક્યાં તૈયાર થઈ રહ્યાં છે? આવા તો અનેક ધંધાઓ ગોંડલમાં ચાલી રહ્યા છે અને અમે તમામના પુરાવા આપીશું. કોઈને ખેતર ખેડવા આપ્યું હોય તો ખેડવું જોઈએ અને પાક લેવો જોઈએ, પરંતુ એનો માલિક સમજી બેસે એ ન ચાલે.

આપણ વાંચો: ગોંડલમાં અલ્પેશ કથીરિયાની ગાડી પર હુમલા કેસમાં પોલીસની કાર્યવાહી, બે આરોપી ઝડપાયા

થોડા દિવસ પહેલા અમે માત્ર ગોંડલની સ્થિતિ જાણવા માટે ગયો હતા. પરંતુ અમારા પર હુમલો કરવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં અમે ફરી ગોંડલમાં જઈશું ત્યારે અમારી એકપણ ગાડીને નુકસાન નહીં થાય અને એકપણ કાર્યકર્તાનો કોલર નહીં પકડી શકે તેવી તૈયારી સાથે જઈશું.

કથીરિયાએ વધુમાં જણાવ્યું કે, સૌરાષ્ટ્રમાં કહેવત છે કે માના દૂધને પડકાર ફેંકે અને કોઈ ગાળો આપે એ કોઈ ન ખાય, ગોળી ખાઈ લે. ગોંડલમાં મજા પડે ત્યારે ફરવા જઈશું. અલ્પેશ કથીરિયાના આ નિવેદનથી ફરી એક વખત વિવાદ થઈ શકે છે.

આપણ વાંચો: વિરોધ, સમર્થન અને વાક્ પ્રહાર! પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયાએ કહ્યું કે – ગોંડલ મિર્ઝાપુર છે

શું છે મામલો

બે સગીર વચ્ચે મારામારીના કેસમાં પાટીદાર અને ક્ષત્રિય સમાજ વચ્ચે 23 માર્ચે સમાધાન થયું ત્યારે રાજકોટ જિલ્લા ભાજપ-પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ જણાવ્યું હતું કે પાટીદાર અને ક્ષત્રિય વચ્ચે રાજવી કાળથી સંબંધ છે. અહીં પાટીદાર સમાજના લોકોને કોઈ સમસ્યા નથી. જયરાજસિંહ અમારા બાપ સમાન છે.

ગોંડલની સીટ પર કોઈ બહારની વ્યક્તિ નજર ન નાખે. અહીં ગણેશ ધારાસભ્ય બનશે. જે બાદ કેટલાક પાટીદાર આગેવાનોએ વિનુ શિંગાળાની પ્રતિમા ગોંડલમાં સ્થાપવાને લઈને લડત શરૂ કરી છે. સુરતમાં આ અંગેની મિટિંગમાં ગોંડલમાં ગુંડારાજ ચાલતું હોવાની વાત પણ થઈ હતી.

તેમણે કહ્યું હતું કે તમારા માનું ધાવણ ધાવ્યું હોય અને તાકાત હોય તો આડા આવી જજો. ગોંડલમાં આવી જજો. તેમણે પોતાના ઘરનું એડ્રેસ પણ આપ્યું અને આ લોકોને ગોંડલ આવવા ચેલેંજ ફેંકી હતી. જે બાદ કથીરિયા ગોંડલ ગયા હતા.

આપમાંથી વિધાનસભા ચૂંટણી લડ્યો હતો અલ્પેશ કથીરિયા

પાટીદાર આંદોલનથી નેતા બનીને ઉભરેલા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા એપ્રિલ, 2024માં ભાજપમાં સામેલ થયા હતા. સુરતમાં સી આર પાટીલની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં જોડાતા પહેલા તેઓ આમ આદમી પાર્ટીમાં હતા અને આપમાંથી જ 2022 વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. સુરતની વરાછા વિધાનસભા સીટ પરથી ભાજપના કિશોર કાનાણી સામે તેમની હાર થઈ હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button