રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને આવ્યો કાર્ડિયાક અરેસ્ટ! ટેલિગ્રામ ચેનલનો દાવો
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હોવી ચર્ચા ઈન્ટરનેટ પર શરુ થઇ છે. કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તેઓ જમીન પર પડેલા મળી આવ્યા હતા, હાલ તેઓ સવાવાર હેઠળ છે. જોકે આ અંગે કોઈ સત્તાવાર માહિતી મળી નથી.
એક ટેલિગ્રામ ચેનલ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે રવિવારે સાંજે જ્યારે પુતિન તેમના બેડરૂમમાં હતા ત્યારે તેમને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. આ સાથે, ફરી એકવાર ચર્ચા શરૂ થઈ ગઈ છે કે રશિયન રાષ્ટ્રપતિ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે. ગયા વર્ષથી એવા અહેવાલો આવ્યા હતા કે પુતિન કેન્સરથી પીડિત છે. જોકે, હાલમાં જ પુતિન ચીનની મુલાકાતે ગયા હતા અને તેમને જોઈને કોઈને લાગ્યું ન હતું કે તેમની તબિયત સારી નથી.
અહેવાલો અનુસાર, જનરલ એસવીઆર નામની ટેલિગ્રામ ચેનલ દાવો કર્યો હતો કે પુતિન તાજેતરમાં જે કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે તે તેમનો બોડી ડબલ છે. ટેલિગ્રામ ચેનલ અનુસાર, પુતિન હાલમાં તેમના સત્તાવાર નિવાસસ્થાનમાં આઈસીયુમાં છે. કાર્ડિયાક અરેસ્ટ બાદ તેમની સારવાર ચાલી રહી છે. તેમના પર હાર્ટ સર્જરી કરવામાં આવી હતી. આ સર્જરી બાદ પુતિન ફરી હોશમાં આવ્યા છે.
ટેલિગ્રામ ચેનલની એક પોસ્ટમાં લખ્યું છે કે રવિવારે રાત્રે 9:05 વાગ્યે, વ્લાદિમીર પુતિનના સુરક્ષા અધિકારીઓ જેઓ તેમના ઘરે ફરજ પર હતા, તેમણે રાષ્ટ્રપતિના બેડરૂમમાંથી અવાજ અને વસ્તુઓ પડવાનો અવાજ સાંભળ્યો. બે સુરક્ષા અધિકારીઓ તરત જ બેડરૂમમાં દોડી ગયા અને પુતિનને બેડની બાજુમાં ફ્લોર પર પડેલા જોયા. ફરજ પર રહેલા તબીબોને તાત્કાલિક બોલાવવામાં આવ્યા હતા.
આ દાવા અંગે ક્રેમલિન તરફથી કોઈ પ્રતિક્રિયા નથી. જો કે, રશિયન અધિકારીઓએ ભૂતકાળમાં ઘણી વખત પુતિન ગંભીર સમસ્યાથી પીડાતા હોવાના દાવા નકારી કાઢ્યા હતા.