આ વર્ષે 3 સુપરહિટ ફિલ્મો બાદ, ‘છાવા’ના આ એક્ટરના ઘરેથી આવ્યા ખુશ ખબર

મુંબઈ: અભિનેતા વિનીત કુમાર (Vineet Kumar) માટે આ વર્ષ ખાસ રહ્યું છે, તેમણે આ વર્ષે રિલીઝ થયેલી ત્રણ સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. ‘સુપરબોય્સ ઓફ માલેગાંવ’, ‘છાવા’ અને ‘જાટ’ જેવી ફિલ્મોમાં તેમના અભિનયની ખુબ પ્રસંશા થઇ રહી છે. એવામાં તેમણે તેમના અંગત જીવન અંગે મોટું અપડેટ આપ્યું છે. વિનીત અને તેની પત્ની અભિનેત્રી રુચિરા ઘોરમારે (Ruchira Ghormare) માતા-પિતા બનવાના છે.
વિનિત કુમાર સિંહ અને રુચિરાના લગ્ન નવેમ્બર 2021માં થયા હતા. લગ્નના ચાર વર્ષ પછી બંનેના જીવનમાં આ ખુશ ખબર આવી છે. વિનીતની પત્ની રુચિરા પ્રેગનન્ટ છે.

સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી:
બંનેએ સોશિયલ મીડિયા પર તસવીરો પોસ્ટ કરી આ જાણકારી આપી છે. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા ફોટોઝમાં રુચિરા બેબી બમ્પ સાથે જોવા મળે છે. તેણે લીલા રંગનો બોડીકોન ડ્રેસ પહેર્યો છે. તેના ચહેરા પર ખુશી સ્પષ્ટ દેખાય છે.
ફોટોઝ શેર કરતા પોસ્ટના કેપ્શનમાં કપલે લખ્યું, ‘નવું જીવન અને આશીર્વાદ! બ્રહ્માંડમાંથી પ્રેમ લઈને… બાળક જલ્દી આવી રહ્યું છે!! નમસ્તે, લિટલ વન!!! અમે તારું સ્વાગત કરવા તૈયાર છીએ. લવ’
આ તસવીરોમાં વિનીત કુમાર સિંહને પણ જોવા મળી રહ્યો છે. તેણે સફેદ શર્ટ સાથે સફેદ કાર્ગો પેન્ટ પહેર્યું છે. 2025નું વર્ષ વિનીત માટે ખૂબ જ સારું રહ્યું છે અને હવે તેની ખુશીમાં વધારો થવાનો છે.
વિનીત સફળતાનો આનંદ માણી રહ્યો છે:
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મળી રહેલી સફળતા વિશ વિનીતે એક નિવેદનમાં કહ્યું, ‘મેં આવી વાતો વિશે સાંભળ્યું હતું અને હવે મેં તે બનતા જોયું છે. ચાર મહિનામાં, મારી ચાર ફિલ્મો રિલીઝ થઈ ગઈ છે – તે પણ સિનેમાઘરોમાં – મેચ ફિક્સિંગ, છાવા, સુપરબોય ઓફ માલેગાંવ અને જાટ! કોઈ પણ ફિલ્મ ક્યારે રિલીઝ થશે તેના પર મારો કોઈ નિયંત્રણ નથી અને એક પછી એક રિલીઝ થવી એ અદ્ભુત છે. 2025 મારા માટે બ્લોકબસ્ટર વર્ષ રહ્યું છે.”
આપણ વાંચો: અંબાણી પરિવારના આ ખાસ સદસ્યએ છોડ્યો પરિવારનો સાથ, પરિવારે લખી ઈમોશનલ નોટ…