ઇન્ટરનેશનલ

મસ્કની થશે હકાલપટ્ટી? ટેસ્લાના બોર્ડને નવા CEOની તલાસ, મસ્કે કર્યો ખુલાસો

ન્યુ યોર્ક: ડોનાલ્ડ ટ્રમ્પ યુએસના રાષ્ટ્રપતિ બન્યા બાદ ઈલોન મસ્ક (Elon Musk) રાજકારણમાં સક્રિય જોવા મળી રહ્યા છે. એવામાં એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે ટેસ્લાનું બોર્ડ નવા CEOની શોધ કરી રહ્યું છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું કે કંપનીના શેરમાં તીવ્ર ઘટાડા અને ઈલોન મસ્કની રાજકીય બાબતોમાં વધુ વ્યસ્ત હોવાને કારણે રોકાણકારોમાં અસ્વસ્થતા વધી રહી છે, જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ઈલોન મસ્કે આ મામલે સ્પષ્ટતા કરી છે.

ટેસ્લાના CEO ઈલોન મસ્કે અહેવાલમાં કરવામાં આવેલા દાવાને ફાગાવી દીધો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ઈલોન મસ્કે જણાવ્યું કે આ અહેવાલ ઇરાદાપૂર્વક ખોટી રીતે લખવામાં આવ્યો છે. તેમણે અખબાર પર નૈતિકતાનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂક્યો.

એલોન મસ્કે X પર પોસ્ટ કરી, “આ નૈતિકતાનો ખૂબ જ ખરાબ રીતે ભંગ છે કે @WSJ એક શંકાસ્પદ ખોટો લેખ પ્રકાશિત કર્યો છે અને લેખમાં ટેસ્લા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા અગાઉથી કરવામાં આવેલા સ્પષ્ટ ઇનકારનો સમાવેશ કરવામાં આવ્યો નથી!”

માસ્ક કંપનીમાં હાજરી નથી આપી રહ્યા!
અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે બોર્ડના સભ્યોએ મસ્કને કંપનીમાં તેમને વધુ હાજરી આપવા વિનંતી કરી હતી. મસ્કે આ વિનંતીનો સ્વીકારી ન હતી.

મસ્કના સરકારી કામકાજ અને રાજકીય પ્રવૃત્તિઓને કારણે ઘણા લોકોની નોકરીને નુકશાન પહોંચ્યું છે. જેને કારણે ઘણા લોકો ટેસ્લાની કાર ખરીદવાનું ટાળી રહ્યા છે. જેના કારણે ઇલેક્ટ્રિક કારના વેચાણને નુકસાન થયું છે અને કંપનીની બ્રાન્ડની ઈમેજને પણ નુકશાન થયું છે. કેટલાક પ્રદર્શનકરીઓએ યુએસ અને સમગ્ર યુરોપમાં ટેસ્લાના શોરૂમ, વાહનો અને ચાર્જિંગ સ્ટેશનો પર હુમલો કર્યો હતો.

આપણ વાંચો:  આખરે ઝેલેન્સકીએ નમતું મુક્યું; અમેરિકા-યુક્રેન વચ્ચે મિનરલ્સ ડીલ પર હસ્તાક્ષર કર્યા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button