વર્કિંગ વુમન એન્ડ ઓવરઓલ…

ફોકસ -ખુશ્બુ મુલાણી ઠક્કર
દીપિકા પંચમતીયા, શ્રઘ્ઘા શેઠ
સ્ત્રી વિશે ઘણું લખવામાં આવ્યું છે. અથવા તો એમ પણ કહી શકાય કે, સ્ત્રી પર જેટલું લખો તેટલું ઓછું છે. એક સ્ત્રી જ મલ્ટી ટાસ્કર તરીકે ઓળખાય છે. અથવા તો એમ કહી શકાય કે, એક સ્ત્રી ઘણાં બધા રોલ એક સાથે કરી શકે છે. એક વિચારવા જેવી વાત કે, ઘડિયાળના કાંટા પર ચાલતું એક સ્ત્રીનું જીવન પોતાના કયા શોખ પૂરા કરવામાં સક્ષમ થાય છે. કોઈપણ સ્ત્રી જયારે ઘરની બહાર નીકળે છે ત્યારે તેની મનોસ્થિતિ ઘરના બાકી રહી ગયેલા કામ પર હોય છે કે તેના બાકી રહેલા સપનાં પૂરાં કરવામાં. જ્યારે એક સ્ત્રી ઘરના બધા જ કામ પતાવીને ઓફિસે જાય છે ત્યારે તે પોતાને કઈ રીતે મેઈનટેન કરે છે. વર્કિંગ વુમન કઈ રીતે પોતાની લાઈફને બેલેન્સ કરે છે. બીજી રીતે વિચારીએ તો પોતાની દરેક ઈચ્છાને બાજુએ રાખીને પરિવારની ઈચ્છા પૂરી કરે એ વ્યકિત એટલે સ્ત્રી.
મુંબઈ સમાચારે અમુક વર્કિંગ વુમન સાથે વાત કરી છે ચાલો જાણીયે તેમના અભિપ્રાય.
થાણે વેસ્ટમાં રહેતાં દીપિકા પંચમતીયા જેમના લગ્નને 12 વર્ષ થયા છે અને તેઓ છેલ્લાં 19 વર્ષથી કામ કરે છે. તેઓ પ્રોફેશનલી એક લોયર છે. તેમને બે દીકરીઓ છે. પહેલી દીકરી વખતે તેમણે 2 વર્ષ જેટલી મેટરનિટી લીવ લીધી હતી. બાળક પછી કામ કરવું તે સહેલું નહોતું. દીપિકા આગળ જણાંવતા કહે છે કે,
હું જરા પણ ખોટા બહાના આપવા નથી માંગતી કે બધું બરાબર મેનેજ થઈ જાય છે પરંતુ બધું મેનેજ કરવું પડે છે. આ એક ઓનગોઈંગ પ્રોસેસ છે તમારી પ્રાથમિકતા અને અનુકૂળતા વચ્ચેની. મેં મારું કામ ફ્લેકિસબલ રાખ્યું છે એટલે કે, હું મારા કામ, ઘર, બાળકો સાથે મારા માટે પણ સમય ફાળવી શકું.
ઘરના કામની જવાબદારી હું અને મારા હસબન્ડ શેર કરી લઈએ છીએ અને ઘણીખરી વસ્તુઓમાં અમે બાળકોને પણ ઈનવોલ્વ કરીએે છીએ તેથી તેમને તેઓની જવાબદારીનું જ્ઞાન થાય. ભારતમાં સૌથી મોટો એડવાન્ટેજ એ છે કે, અહીં બધી જ વસ્તુઓ માટે સપોર્ટ મળી રહે છે જેમકે, ઘરના કામ માટે, રસોઈ માટે અને બાળકો સાચવવા માટે જેથી મારો સમય આ બધુ કરવામાંથી બચી જાય છે . આ બચેલા સમયનો ઉપયોગ હું બાળકોની સાથે વ્યતીત કરું છું જેમકે તેમને હોમવર્ક કરવામાં મદદ કરવી , સાથે સ્ટોરી બુક વાંચવી કે પછી તેમની સાથે માત્ર વાતો જ કેમ ન કરવાની હોય.
દીપિકા આગળ જણાવતાં કહે છે કે,મારા શોખને જાળવી રાખવા માત્ર 20 મિનિટ પણ પૂરતી છે. જેમકે કસરત કરવી, વાંચવું, ગાર્ડનિગ કરવું કે પછી માત્ર એકલા વોક પર જવું.
પર્સનલ ગ્રુમિંગ માટે દીપિકા જણાવે છે કે, હું પહેલેથી જ પ્લાનિગ કરી રાખું છું. મારો આગ્રહ હંમેશાં કવોલિટી ઓવર કવોન્ટિટી પરનો હોય છે. મારી પાસે અમુક કલાસીક બેગ છે જે મોટા ભાગે બધાં જ આઉટફીટ પર મેચ થઈ જાય છે. હેરસ્ટાઈલમાં હું કમફટેબલ હેરસ્ટાઈલ પ્રીફર કરું છું કે જે મારા રૂૂટીન આઉટલુકમાં સુટ થાય. ફૂટવેર માટે મારી સૌ પ્રથમ ચોઈસ કમફટેબલ શૂઝની હોય છે.
દીપિકા સૌને એક સ્ટ્રોંગ મેસેજ આપતા કહે છે કે વધું ઈચ્છવા માટે તમારી મહત્ત્વાકાંક્ષા યોગ્ય છે. તમને જોઈતી વધુ સ્વતંત્રતા, વઘું વૃઘ્ઘિ ,વઘું સફળતા માટે કોઈ તમને દોષી અનુભવાવે તેવું ન થવા દો. કામ ફકત કમાણી માટે નથી તે તમારાં વિકાસ માટે પણ છે. તમારા લક્ષ્યોને સ્વીકારી લ્યો, તેમને દ્રઢતાથી અનુસરો, અને યાદ રાખો કે તમારાં સપનાઓનું જીવન બનાવવા માટે તમને કોઈ પરવાનગીની જરૂૂર નથી.
આ બધા પરથી એક જ તારણ નીકળે છે કે, એક સાઈડ છે ઘર, વર , બાળકો અને બીજી સાઈડ છે પોતાના સપના અને કેરીયર. એક એમ પણ વિચાર આવે કે આટલું ભણ્યાં પછી જો ઘરમાં જ બેસવાનું હોય તો એવુ ભણતર શું કામનું. જો તમારી મેનેજમેન્ટ સ્કીલ સારી હોય તો ંબધું જ પોસિબલ છે. આજકાલની મહિલા પોતાની જવાબદારી સમજે છે. જેને ઘર અને પોતાના કામને વ્યવસ્થિત બેલેન્સ કરતા આવડે છે. મોટામાં મોટી પ્રેકિટકલ વાત એ છે કે, આજના જમાંનામાં માત્ર એક વ્યકિતથી ઘર ચાલતું નથી.બીજી વ્યકિત એ એક સપોર્ટ સિસ્ટમ તરીકે ઊભા જ રહેવું પડે છે. એક મહિલા સક્ષમ જ છે પરંતુ જો તેને તેના ઘરનાઓનો સપોર્ટ મળે તો તેની મહેનતમાં ચાર ચાંદ લાગી જશે.
વિલે પાર્લે ઈસ્ટમાં રહેતા શ્રઘ્ઘા શેઠનું કહેવું છે કે, મારા લગ્નને 20 વર્ષ થયા અને હું વીસ વર્ષથી કામ પણ કરી રહી છું. મારી દીકરી માત્ર 4 મહિનાની હતી ત્યારથી જ મે ઓફિસ જવાનું ચાલુ કરી દીધું હતુું. એક મા તરીકે મને હંમેશાં એક અપરાધ જેવું લાગતું હતું. મારી દીકરીને મૂકીને કામ પર જવું એ મારા માટે ખૂબજ અઘરું હતું. પરંતુ પરિવારના સાથના લીધે આ સંભવ થયું. શ્રઘ્ઘા શેઠ આગળ જણાવતા કહે છે કે, ઓફિસમાં પણ જો હું લાર્જ ટીમમાં કામ કરું તો મારે ટીમને અનુરૂૂુપ ચાલવું પડે. હું એવું કામ કરતી કે ઈન્ડિપેન્ડંટ કોન્ટ્રીબ્યુટર તરીકે હોય જેથી મારે ઓફિસમાં વધારે બેસવું ન પડે. મારા પરિવારનો સાથ હોવા છતાં મને ખબર હતી કે મારી દીકરીના સર્વાંગી વિકાસ માટે માતા પિતાનો ફાળો સૌથી મહત્ત્વનો છે. મારે મારા કામ સાથે મારું ઘર અને મારું બાળક એમ બધુ જ સરખું બેલેન્સ કરવું હતું. મારી દીકરી હવે મોટી થઈ ગઈ છે અને તે મારી બેસ્ટ સર્પોટ સિસ્ટમ છે.
ઓફિસ ગ્રુમિગ વિશે શ્રઘ્ઘા જણાવે છે કે, હું કોર્પોરેટ વર્લ્ડમાં કામ કરું છું. મારે હંમેશાં અપ ટુ ડેટ રહેવું પડે છે. હું હંમેશાં એવા નુસખાઓ અપનાવું છું કે જલ્દીથી તૈયાર થઈ જવાય જેમકે, હેર સ્ટાઈલમાં ઓપન હેર રાખવા કે પછી ડ્રેસને અનુરૂૂપ હાઈ પોની વાળવી. બેગમાં હું ટોટ બેગ વાપરું છું કે જેથી કરી બધીજ વસ્તુ એકજ બેગમાં આવી જાય. ફૂટવેરમાં હું કમફર્ટ ઓવર સ્ટાઈલ પ્રીફર કરું છું. એટલે કે, હિલ્સનો ઉપયોગ ઓછો અને પ્લેટફોર્મ હિલ્સનો ઉપયોગ વધારે.
શ્રઘ્ઘા શેઠ આગળ જણાવતા કહે છે કે, એક સ્ત્રીએ પોતાની પ્રાયાિેરટી પોતે જ નક્કી કરવી પડે છે. જ્યારે તમે તમારા બાળકને ઘરમાં મૂકી કામ પર જાવ છો ત્યારે તમારા બાળકને ખબર પડેે છે કે મારી મમ્મી એક વર્કિંગ વુમન છે. અમુક ઉંમર સુધી જ બાળકને તમારી જરૂૂર હોય છે. જેમ જેમ બાળક મોટું થાય છે તેમ તે તેની કંપની શોધી જ લે છે અને પછી તમને વર્ષો વિતી ગયા બાદ ઘરમાંથી ન નીકળવાનો અફસોસ થાય છે.
આપણ વાંચો: ભારતની વીરાંગનાઓ : ભારતીય ટપાલ ટિકિટ પર પ્રથમ મહિલા: મીરાંબાઈ