નેશનલ

છેલ્લા 17 વર્ષથી ભારતમાં રહેતો હતો આ પાકિસ્તાની, ડિપોર્ટ કરવામાં આવે તે પહેલા જ થયું મોત

શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે કડક પગાલા લીધા છે. જેમાં સૌથી મોટો નિર્ણય એ છે કે, પાકિસ્તાની નાગરિકોના દરેક પ્રકારના વિઝાને રદ કરી દેવામાં આવ્યાં છે. જેથી ભારતમાં રહેતા દરેક પાકિસ્તાની નાગરિકોને પાકિસ્તાન પાછું જવું પડી રહ્યું છે, અને જે લોકો ગેરકાયદે ભારતમાં રહેતા હતાં તેમને શોધી કાઢવામાં આવી રહ્યાં છે અને પાકિસ્તાન ડિપોર્ટ કરવામાં આવશે. પરંતુ આ દરમિયાન એક 69 વર્ષના વ્યક્તિનું મોત થયું છે. આ વ્યક્તિ પાકિસ્તાનનો હતો અને છેલ્લા 17 વર્ષથી ભારતમાં રહેતો હતો. આ વ્યક્તિને પાકિસ્તાન પાછો મોકલવામાં આવે તે પહેલા જ તેનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.

અબ્દુલ વાહીદને પાકિસ્તાન પાછો મુકવા શ્રીનગર લાવવામાં આવ્યો હતો

વધારે વિગતે વાત કરવામાં આવે તો, 69 વર્ષિય અબ્દુલ વાહીદને પાકિસ્તાન પાછો મુકવા માટે જમ્મુ અને કાશ્મીર પોલીસ તેને શ્રીનગર લાવી હતી. અબ્દુલ વાહીદ છેલ્લા 17 લર્ષથી ભારતમાં રહેતો હતો એટલું જ નહીં પરંતુ તેના વિઝા પણ મુદ્દત પણ પૂર્ણ થઈ હતી. વિઝા પૂર્ણ થયા હોવા છતાં પણ તે ભારતમાં રહેતો હતો. જેથી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા સમગ્ર હકીકત સામે આવી હતી. અત્યારે જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા તેના દેશનિકાલની તૈયારીઓ થઈ રહી હતી. આ પહેલા તેમનું હૃદયરોગના હુમલાથી અવસાન થઈ ગયું.

અત્યાર સુધીમાં 139 પાકિસ્તાની નાગરિકોને પાછા મુકવામાં આવ્યાં

ભારતમાંથી પાકિસ્તાની નાગરિકોને જવા માટે કહેવામાં આવ્યું હતું. એ અંતર્ગત 139 પાકિસ્તાની નાગરિકોને પાછા મુકવામાં આવ્યાં છે. પાકિસ્તાની નાગરિકો પાસે ગમે તે પ્રકારને વિઝા હોય તેને તાત્કાલિક અસરથી રદ કરી દેવાનો કેન્દ્ર સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો. મહત્વાની વાત એ છે કે, સામે પાકિસ્તાનમાં ગયેલા ભારતીય લોકો પણ પરત આવી રહ્યાં છે. ભારત સરકાર દ્વારા પાકિસ્તાન સામે સખત નિર્ણયો લેવામાં આવ્યાં છે, જેમાં વિઝા રદ સાથે સિંધુ જળ સંધિને સ્થગિત કરવી, ઇસ્લામાબાદ સાથે રાજદ્વારી સંબંધો ઘટાડવા જેવા આદેશ આપવાનો સમાવેશ થાય છે. આ નિર્ણયો પછી પાકિસ્તાનની હાલત વધારે ખરાબ થઈ રહી છે અને પાકિસ્તાની પ્રધાનો પણ વિવાદિત નિવેદનો આપી રહ્યાં છે. પાકિસ્તાનીઓને ડર છે કે, ભારત દ્વારા આ આતંકવાદી હુમલાનો બદલો લેવામાં આવશે.

આપણ વાંચો:  Ind-Pak Tension: અમેરિકાએ પાકિસ્તાનને તપાસમાં સહયોગ આપવા કહ્યું, ભારતને ટેકો આપ્યો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button