IPL 2025

PBKSના કેપ્ટન શ્રેયસ ઐયરને BCCI એ દંડ ફટકાર્યો, આ આરોપમાં દોષિત સાબિત થયો…

મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2025ની 49મી મેચમાં પંજાબ કિંગ્સ(PBKS)એ ચેન્નઈ સુપર કિંગ્સ(CSK)ને તેના જ હોમ ગ્રાઉન્ડ પર ચાર વિકેટથી હરાવી. આ સાથે જ CSK ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગઈ છે. જ્યારે PBKS પોઈન્ટ ટેબલમાં ચાર સ્થાનની મોટી છલાંગ લગાવીને બીજા સ્થાને પહોંચી ગઈ છે. જોકે, જીત બાદ PBKSના કેપ્ટન શ્રેયસ ઐયરને ઝટકો લાગ્યો છે. IPLની કોડ ઓફ કંડક્ટના ઉલંઘન બદલ BCCIએ શ્રેયસ ઐયરને દંડ ફટકાર્યો છે.

ગઈ કાલે ચેન્નઈના એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં CSK સામેની મેચમાં સ્લો ઓવર રેટ બદલ BCCI દ્વારા PBKSના કેપ્ટન શ્રેયસ ઐયરને દંડ ફટકારવામાં આવ્યો હતો. આ સિઝનમાં પંજાબ કિંગ્સ પર પહેલી વાર કાર્યવાહી કરવામાં આવી છે. ઐયરને ₹12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

આ કલમનું ઉલંઘન:
BCCIએ એક નિવેદનમાં જણાવ્યું કે બુધવારે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની 49મી મેચ દરમિયાન સ્લો ઓવર-રેટ જાળવવા બદલ પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરને દંડ ફટકારવામાં આવ્યો છે. IPL કોડ ઓફ કંડક્ટની મિનીમમ ઓવર રેટ ઓફેન્સ સાથે સંબંધિત કલમ 2.22 હેઠળ દંડ ફટકારવામાં આવે છે. આ સિઝનમાં આ તેની ટીમનો પહેલો ગુનો હોવાથી, ઐયર પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

સ્લો ઓવર રેટને કારને ગઈ કાલે મેચ દરમિયાન પંજાબ કિંગ્સને મેચ 19મી ઓવરમાં 30 યાર્ડ સર્કલની બહાર વધારાના ફિલ્ડર રાખવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

આ ટીમ પર પણ લાગી ચુક્યો છે દંડ:
શ્રેયસ ઐયર પહેલા મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા, રાજસ્થાનના કેપ્ટન રિયાન પરાગ અને સંજુ સેમસન, RCBના કેપ્ટન રજત પાટીદાર, ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલ અને લખનઉ સુપર જાયન્ટ્સના કેપ્ટન ઋષભ પંતને પણ સ્લો ઓવર રેટના ગુના બદલ દંડ ફટકારવામાં આવ્યો છે.

PBKSની શાનદાર જીત:
ગઈ કાલની મેચમાં CSKએ PBKSમેં 191 રનનો તેર્ગેટ આપ્યો હતો, જે PBKSએ આ ટાર્ગેટ 19.4 ઓવરમાં છ વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધો. ઐયરે 41 બોલમાં 72 રન બનાવ્યા. યુઝવેન્દ્ર ચહલે હેટ્રિક સહિત 4 વિકેટ લીધી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button