Maharashtra politics: મહારાષ્ટ્રમાં દશેરાએ શક્તિ પ્રદર્શન, ઉદ્ધવ અને શિંદે જૂથ દ્વારા રેલી, લાખોની ભીડ ભેગી થવાની શકયતા
મુંબઇ: મહારાષ્ટ્રમાં દશેરા નિમિત્તે ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાનીવાળી શિવસેના એમ બંને જૂથ દ્વારા દશેરા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીઓમાં આગામી લોકસભાની ચૂંટણી પહેલાં શક્તિ પ્રદર્શન પર ભાર અપાશે. બંને જૂથનો દાવો છે કે એમની રેલીમાં લાખો લોકો ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે ઠાકરે જૂથની રેલી શિવાજી પાર્ક અને શિંદે જૂથની રેલી આઝાદ મેદાનમાં થશે.
છેલ્લાં 6 દાયકાથી શિવસેના દશેરાના દિવસે રેલીનું આયોજન કરે છે. જોકે પાછલાં વર્ષએ પક્ષમાં ફૂટ પડતાં બે જૂથ ઊભા થયા છે.અને હવે બંને જૂથની અલગ અલગ રેલી થાય છે. બંને જૂછની રેલીને ધ્યાનમાં લઇને મુંબઇ પોલીસ વ્યવસ્થા સાથે સજ્જ થઇ ગઇ છે.
શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથને આ વખતે રેલી માટે એક પક્ષ, એક વિચાર અને એક મેદાનનું સૂત્ર આપવામાં આવ્યું છે. જ્યાેર બીજી બાજુ શિંદેના નેતૃત્વવાળી શિવસેનાએ પણ આઝાદ મેદાનમાં રેલીની સંપૂ્રણ તૈયારી કરી દીધી છે. સોમવારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જાતે જ આઝાદ મેદાની મુલાકાત લઇ તૈયીરીઓનું વિવરણ મેળવ્યું હતું. ઉપરાતં તેમણે પાર્ટીના કાર્યકર્તાઓને રેલી માટેની મહત્વના સૂચનો પણા આપ્યા હતાં.
આ બાબતે એક ફેસબૂક પોસ્ટ દ્વારા શિવસેનાના નેતા તથા મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે, આપડે કેટાલંક વર્ષો પહેલાં નિર્ણય લીધો હતો આપડે બાળાસાહેબ ઠાકરેના વિચારોને આગળ લઇ જવા તત્પર છીએ. શિંદેએ લખ્યું કે આવતી કાલે આઝાદ મેદાનમાંથી ફરી એકવાર શિવસૈનીકોના મુખેથી ગર્જના સંભળાશે.