આમચી મુંબઈટોપ ન્યૂઝ

LPG સિલિન્ડર સસ્તો થયો; જાણી લો મુંબઈ અને અમદાવાદમાં નવો ભાવ…

મુંબઈ: આજે મે મહિનાના પહેલા દિવસે LPG ગેસ સિલિન્ડરના નવા ભાવ જાહેર (Latest LPG cylinder price) કરવામાં આવ્યા છે. ઇન્ડિયન ઓઇલે LPG ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. 19 કિલોગ્રામના કોમર્શિયલ LGP સિલિન્ડરના ભાવમાં 17 રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે.

અહેવાલ મુજબ આજે, 19 કિલોગ્રામના કોમર્શિયલ LGP સિલિન્ડરનો ભાવ મુંબઈમાં 1713.50 રૂપિયાને બદલે 1699 રૂપિયા થયો છે, કોલકાતામાં ભાવ 1868.50 રૂપિયાને બદલે 1851.50 રૂપિયા થયો છે, ચેન્નઈમાં ભાવ 1921.50 રૂપિયાને બદલે 1906.50 રૂપિયા થયો છે, દિલ્હીમાં નવો ભાવ 1747.50 થયો છે. અમદવાદમાં નવો ભાવ 1765.5 રૂપિયા છે.

19 કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ઉપયોગ હોટલ, રેસ્ટોરન્ટ, કેટરર્સ વગેરે માટે થાય છે. આવા કિસ્સામાં હોટલ, રેસ્ટોરન્ટ માલિકોને ફાયદો થઇ શકે છે.

સરકારે 14.2 કિલોગ્રામના ડોમેસ્ટિક LPG સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. આજે, 1 મે, 2025 ના રોજ, ઘરેલું LPG સિલિન્ડર દિલ્હીમાં 853 રૂપિયામાં, કોલકાતામાં 879 રૂપિયામાં, મુંબઈમાં 852.50 રૂપિયામાં અને ચેન્નાઈમાં 868.50, અમદાવાદમાં 860 રૂપિયામાં ઉપલબ્ધ છે.

ડોમેસ્ટિક LPG સિલિન્ડરના ભાવ 8 એપ્રિલના રોજ અપડેટ કરવામાં આવ્યા હતા. ત્યારે સરકારે ભાવમાં 50 રૂપિયાનો વધારો કર્યો હતો. લગભગ એક વર્ષ. આ વધારો કરવામાં આવ્યો હતો.

અહેવાલ મુજબ દેશમાં કુલ 329 કરોડ એલપીજી કનેક્શન છે. આમાંથી 10.33 કરોડ ઉજ્જવલા યોજના 300 રૂપિયા ઓછા ભાવે સિલિન્ડર મળે છે. દક્ષિણના રાજ્યો (જેમ કે તમિલનાડુ, આંધ્રપ્રદેશ) માં, રાજ્ય યોજનાઓ પહેલાથી જ ચાલી રહી હોવાથી, ઉજ્જવલા યોજના હેઠળ ફક્ત 10% લાભાર્થીઓ જ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button