‘મિનિ બાંગ્લાદેશ’નો અમદાવાદ પાલિકાએ કઈ રીતે કર્યો સફાયો!
બે દિવસમાં કેટલા લોકો રહ્યા ખડેપગે, સરકારની શું છે યોજના?

અમદાવાદ: અમદાવાદમાં મહાનગરપાલિકા દ્વારા સૌથી મોટા ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. તંત્ર દ્વારા 29મી એપ્રિલથી ચંડોળા તળાવમાં મેગા ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. અમદાવાદ મનપા દ્વારા પહેલા દિવસે આશરે 2000 જેટલા બાંગ્લાદેશીઓ દ્વારા ગેરકાયદે બનાવેલા કાચાં-પાકાં મકાનો તોડી પાડવામાં આવ્યાં હતાં. આજે પણ આ કાર્યવાહી યથાવત રહી હતી અને ડિમોલિશન કરવામાં આવ્યું હતું. મેગા ડિમોલિશનની કાર્યવાહી પર સ્ટે લાવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી પણ કરવામાં આવી હતી. જો કે, હાઈકોર્ટે આ અરજીને ફગાવી દીધી હતી અને ડિમોલિશન યથાવત રાખવા માટે કહ્યું હતું.
ડિમોલિશન કાર્યવાહી દરમિયાન કેટલાક લોકોએ વિરોધ પણ કર્યો
તંત્ર દ્વારા અત્યાર સુધીમાં અંદાજે 1.5 લાખ ચો.મી. દબાણયુક્ત તળાવનો ભાગ ખુલ્લો કરી દેવામાં આવ્યો છે. ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન ગેરકાયદે રહેતા લોકો જાતે જ પોતાનો સમાન લઈને જતા પણ જોવા મળ્યાં હતાં. જો કે, કાર્યવાહી દરમિયાન કેટલાક લોકોએ વિરોધ પણ કર્યો હતો કે, સરકારે અમારા કાયદેસરના મકાનો દેરકાયદે તોડી પાડ્યા છે. લોકોનું એ પણ કહેવું છે કે, તંત્ર દ્વારા અમને કોઈ જ પ્રકારની નોટિસ આપ્યાં વિના જ કાર્યવાહી શરૂ કરી દીધી હતી. પરંતુ સરકારે ધૂસણખોર બાંગ્લાદેશીઓ પર કોઈ પણ પ્રકારની દયા રાખ્યા વિના જ કાર્યવાહી કરી રહી છે.
બે દિવસમાં અંદાજે 1.5 લાખ ચો.મી જમીન ખુલ્લી કરાઈ
ચંડોળા તળાવ વિસ્તારમાંથી કાર્યવાહી દરમિયાન 150 બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવી હતી. પહેલા દિવસે આશરે 2000 જેટલા મકાનોને તોડી પાડવામાં આવ્યાં હતા. જ્યારે આજે બીજા દિવસે ચંડોળા તળાવમાં મેગા ડિમોલેશનની કામગીરી દરમિયાન 1,000થી વધુ નાના મોટા કાચા પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા છે. કુલ મળીને અંદાજે 4,000 કાચાં-પાકાં મકાનો દૂર કરી બે દિવસમાં અંદાજે 1.5 લાખ ચો.મી સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે. આ મેગા ડિમોલિશનના કામગીરીમાં 74થી વધારે JCB, 200થી પણ વધારે ટ્રેકો, 2000થી પણ વધારે પોલીસકર્મીઓ અને 1800 જેટલા અમદાવાદ મહાનગરપાલિકાના કર્મચારીઓ હાજર રહ્યાં હતાં. આવતી કાલે તંત્ર દ્વારા કોઈ ડિમોલિશનની કાર્યવાહી કરવામાં નહીં આવે. એક આરોપીને જે ગેરકાયેદ બાંધકામ છે, તેને તોડવાની કામગીરી કરવામાં આવશે. બાકી હાલ જ્યાં સુધી બીજો કોઈ ઓર્ડર ના આવે ત્યાં સુધી ચંડોળા વિસ્તારમાં ડિમોલિશન કરવામાં નહીં આવે.
ચંડોળા તળાવ આસપાસના વિસ્તારનું ડેવલોમ્ન્ટ કરવામાં આવશે
ગેરકાયદે બાંધેલા મકાનો અને ઝુંપડપટ્ટીઓને દૂર કરવા માટે મોટું ડિમોલિશન કરવામાં આવ્યું. હવે ચંડોળા તળાવ આસપાસના વિસ્તારનું ડેવલોમ્ન્ટ કરવાનું છે. મહત્વની વાત એ છે પણ છે કે, બે વર્ષ પહેલા પાલિકા દ્વારા આ તળાવનો વિકાસ કરવા માટે 25.52 કરોડનો વિકાસ પ્રોજકેટ બહાર પાડવામાં આવ્યો હતો. પરંતુ ઝુપડાઓના કારણે તે વિકાર કાર્ય થઈ શક્યું નહોતું. પરંતુ હવે ડિમોલિશનની કાર્યવાહી કરીને દબાણને દૂર કરી દેવામાં આવ્યું છે. જેથી હવે તંત્ર દ્વારા ફરી વિકાસનું કામ શરૂ કરવામાં આવશે. જો કે, ચંડોળા તળાવ વિસ્તારનો વિકાસ કરવા માટે કેટલા કરોડની ફાળવણી કરવામાં આવશે તેની સત્તાવાર કોઈ જાહેરાત નથી કરાવમાં આવી.
આપણ વાંચો : અમદાવાદમાં ‘મિનિ બાંગ્લાદેશ’ ઊભું કરનારો લલ્લા બિહારી છે કોણ, જાણો વિગતો?