શ્વેતા તિવારીની લાડલીએ કંઈક ગજબની વાત રિવીલ કરી, શું છે મામલો?

ટેલિવિઝન સ્ટાર શ્વેતા તિવારીની લાડલી અત્યારે એક કરતા અનેક વાતને લઈ ચર્ચામાં છે ત્યારે તાજેતરમાં હજારોમાંથી એક છોકરાને ડેટ કરવાની વાત કરીને લાઈમલાઈટમાં આવી છે. એટલે પલક તિવારી તેની ફિલ્મ ‘ધ ભૂતની’ને લઈને તે ચર્ચામાં છે. આ ફિલ્મમાં સંજય દત્ત અને મૌની રોય પણ છે. પલક તિવારી ઇબ્રાહિમ અલી ખાન સાથેના તેના સંબંધોને કારણે પણ ચર્ચામાં રહે છે, જોકે બંનેએ સ્પષ્ટતા કરી છે કે તેઓ ફક્ત મિત્રો છે. એક વાતચીત દરમ્યાન પલક તિવારીએ એક વાત કહી હતી.

પલકે ઇન્સ્ટાગ્રામ પર મળેલા એક છોકરા વિશે જણાવ્યું હતું. પલકે કહ્યું, ‘મને લાગે છે કે મેં જે સૌથી વિચિત્ર કામ કર્યું તે એ હતું કે હું સોશિયલ મીડિયા પર એક છોકરાને મળી હતી, જ્યારે મેં તે છોકરાને જોયો, ત્યારે મને તે ખૂબ જ સુંદર લાગ્યો. પછી મેં વિચાર્યું કે ચાલો તેના વિશે જાણીએ. મને તેના વિશે કંઈ ખબર નહોતી. તેનું નામ પણ નહીં. મેં તેને ફક્ત એક વાર જોયો અને વિચાર્યું કે મારે તેને શોધવો પડશે.

પલકે કહ્યું, ‘એક છોકરાએ તે સુંદર છોકરાનો ફોટો પોસ્ટ કર્યો પણ તેને ટેગ ન કર્યો.’ તે છોકરો 2000 લોકોને ફોલો કરી રહ્યો હતો. તમને વિશ્વાસ નહીં આવે પણ મેં તે છોકરાને શોધવા માટે 2000 લોકોની પ્રોફાઇલ તપાસી. મેં તેનો ફોટો મારા મિત્રને મોકલ્યો. હું આવું કોઈની માટે નથી કરતી. પણ મેં તે છોકરા માટે કર્યું. બાદમાં તે છોકરો મળ્યો. આ પછી પલક તે છોકરાને ડેટ કરતી હતી. પલકે તે છોકરાનું નામ જાહેર કર્યું નહીં.

તમને જણાવી દઈએ કે પલક તિવારીએ સલમાન ખાન સાથેની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’થી બોલિવૂડમાં પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. હવે પલક હોરર ફિલ્મ ‘ધ ભૂતની’ માં જોવા મળશે. સિદ્ધાંત સચદેવ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ આવતીકાલે રિલીઝ થશે.
આપણ વાંચો : અભિનેત્રી પલક તિવારીએ માલદીવ્સમાં માણી મોજ, બોલ્ડ તસવીરો વાઈરલ