વાઘણનો બચ્ચા સાથે પાણીમાં મસ્તી કરતો વીડિયો વાઈરલ…

નાગપુરઃ હાલ મહારાષ્ટ્રમાં અકળાવનારી ગરમી પડી રહી છે. ગરમીની અસર ફક્ત માણસો પર જ જોવા મળે છે તેવું નથી પ્રાણીઓ પણ તેમાંથી બાકાત નથી. નાગપુરમાં ગરમીની અસર જંગલી પ્રાણીઓ પર પણ જોવા મળી રહી છે. નાગપુર જિલ્લાના ઉમરેડના હાંડલા અભયારણ્યમાં ગરમીથી રાહત મેળવવા માટે વાઘણ તેના પાંચ બચ્ચા સાથે તળાવમાં મસ્તી કરતી જોવા મળી હતી.
વાઘણ અને તેના બચ્ચાંનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો નાગપુરની વન્યજીવ પ્રેમી શ્વેતા અંબાડે દ્વારા લેવામાં આવ્યો છે. તેમણે ગોથાણગાંવ ગેટ પર જંગલ સફારી દરમિયાન આ વીડિયો શૂટ કર્યો હતો.
વીડિયોમાં દેખાતી વાઘણનું નામ F2 છે, તેના 5 બચ્ચા પણ સાથે જોવા મળે છે, જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. શ્વેતા અંબાડેએ જણાવ્યું હતું કે તે જંગલ સફારી માટે ગઈ હતી. આ દરમિયાન, તે ગેટમાં પ્રવેશતાની સાથે જ તેણે જોયું કે પાંચ બચ્ચા પાણીમાં ખુશીથી રમી રહ્યા હતા, મોટા બચ્ચા નાના બચ્ચાઓ સાથે મસ્તી કરી રહ્યા હતા.
વીડિયોમાં જોઈ શકાય છે કે વાઘણના ત્રણ બચ્ચા પાણીમાં છે અને બહાર ઉભેલી એક વાઘણ તેમાંથી એક બચ્ચાને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહી છે. આ ઉપરાંત, બે બચ્ચા ત્રીજા બચ્ચાને બહાર કાઢતા જોવા મળે છે. તમને જણાવી દઈએ કે નાગપુર સહિત વિદર્ભમાં તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. તેની અસર જંગલોમાં પણ દેખાય છે. આ જ કારણ છે કે પ્રાણીઓ પણ ગરમીથી રાહત મેળવવા માટે પાણીમાં મજા કરતા જોવા મળે છે.
દુનિયાભરમાં વાઘની વિવિધ પ્રજાતિઓ જોવા મળે છે. થોડા વર્ષો પહેલા, વાઘ એક લુપ્તપ્રાય પ્રજાતિ બની ગયા હતા. જોકે, સમય જતાં, સરકાર દ્વારા ચલાવવામાં આવતા કાર્યક્રમોને કારણે, આજે ભારતમાં વાઘની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.
આપણ વાંચો : જ્યારે ત્રણ મહિનાના બચ્ચા સાથે વાઘણ કરે રેમ્પ વોક પર… સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ…