રાહુલ ગાંધીએ જાતિ આધારિત વસ્તી ગણતરીના નિર્ણય અંગે આપી આ પ્રતિક્રિયા

નવી દિલ્હી : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારના જાતિ આધારિત વસ્તી ગણતરીના નિર્ણયને આવકાર્યો છે. તેમણે કહ્યું છે કે અમે આ નિર્ણયને સમર્થન આપીએ છીએ પરંતુ સરકારે તેની સમય મર્યાદા આપવી જોઈએ. રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે અમે તેની ડિઝાઇન બનાવીશું. રાહુલ ગાંધીએ પાર્ટી મુખ્યાલયમાં એક પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું કે “અમે સંસદમાં કહ્યું હતું કે અમે જાતિ આધારિત વસ્તી કરીશું. અમે એમ પણ કહ્યું હતું કે અમે 50 ટકાની મર્યાદા તોડીશું જે એક કૃત્રિમ દિવાલ હતી. મને ખબર નથી કે 11 વર્ષ પછી શું થયું જ્યારે કેબિનેટે જાતિ આધારિત વસ્તી ગણતરીની જાહેરાત કરી. જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તો કહેતા હતા કે ફક્ત ચાર જાતિઓ છે.
તેલંગાણા જાતિ આધારિત વસ્તી ગણતરી માટે એક મોડેલ
રાહુલ ગાંધીએ કહ્યું કે, તેલંગાણા જાતિ આધારિત વસ્તી ગણતરી માટે એક મોડેલ બન્યું છે. જે એક બ્લુપ્રિન્ટ બની શકે છે. અમે સરકારને જાતિ આધારિત વસ્તી ગણતરી માટે એક માળખું તૈયાર કરવાનો પ્રસ્તાવ મૂકીએ છીએ. એક બિહારની રૂપરેખા છે અને બીજી તેલંગાણાની અને બંને વચ્ચે ઘણો તફાવત છે. અમે જાતિ આધારિત વસ્તી ગણતરી દ્વારા વિકાસનું નવું ઉદાહરણ લાવવા માંગીએ છીએ. અમે કેન્દ્રને સંસ્થાઓ સત્તા માળખા વગેરેમાં ઓબીસી, દલિતો, આદિવાસીઓની ભાગીદારી વિશે આ પ્રશ્ન પૂછી રહ્યા છીએ.
આ પણ વાંચો: મોદી કેબિનેટનો મોટો નિર્ણય, સમગ્ર દેશમાં કરાશે જાતિ આધારિત વસ્તી ગણતરી
પહલગામ હુમલાના આતંકવાદીઓને સજા થવી જોઈએ
આ ઉપરાંત રાહુલ ગાંધીએ પહલગામ હુમલાના આંતકીને પણ સજા મળવી જોઇએ તેમ જણાવ્યું હતું. પીએમ નક્કી કકરશે કેવા પ્રકારની કાર્યવાહી કરવી છે. અમે તેમના સમર્થનમાં છીએ. તેમજ પહલગામ હુમલામાં માર્યા ગયેલા લોકોને શહીદનો દરજ્જો આપવો જોઇએ.