નેશનલ

ભારતે પાકિસ્તાની ક્રિકેટર સામે લીધી કડક એક્શન, લાવી દીધી સાન ઠેકાણે…

પહલગામ આંતકવાદી હુમલા પર વિવાદાસ્પદ નિવેદન આપનારા પાકિસ્તાની ક્રિકેટર શાહીદ આફ્રિદીની યુટ્યૂબ ચેનલ ભારતમાં બેન કરી દેવામાં આવી છે. હવે કોઈ પણ પાકિસ્તાની ટીમના એક્સ કેપ્ટન આફ્રીદીની ચેનલ ભારતમાં નહીં જોઈ શકે. આ પહેલાં પણ ભારત સરકાર પાકિસ્તાની ક્રિકેટર્સ સામે એક્શન લઈ ચૂકી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે શાહિદ આફ્રીદી પહેલાં શોએબ અખ્તર, રાશિદ લતીફ, તનવીર અહેમદ જેવા ક્રિકેટરોની યુટ્યૂબ ચેનલ ભારતમાં બેન કરી દેવાયાય છે. ભારત સરકારે આ એક્શન પહલગામ આંતકવાદી હુમલા બાદ લીધી છે. આ આંતકવાદી હુમલા પર શાહીદ આફ્રિદીએ જણાવ્યું હતું કે હું એ વાતમાં વિશ્વાસ રાખું છું કે આ મુદ્દે રાજકારણ ના રમાવવું જોઈએ. જેવો હુમલો ભારતમાં થયો કે પાકિસ્તાનનું નામ લેવામાં આવ્યું. ભારતે પુરાવા સાથે સામે આવવું જોઈએ અને બાદમાં દુનિયાને કહેવું જોઈએ. કોઈ પણ ધર્મ આંતકવાદને સપોર્ટ નથી કરતો.

આફ્રીદી આટલેથી ન અટકતાં બીજું શરમજનક નિવેદન આપ્યું. તેણે કહ્યું કે મને આશ્ચર્ય થાય છે કે આ હુમલાના એક કલાક બાદ જ તેમનું મીડિયા બોલીવૂડ બની ગયું. મહેરબાની કરીને દરેક વસ્તુ કે ઘટનાને બોલીવૂડ ના બનાવો. બાકી જે રીતે એ લોકો વાત કરી રહ્યા હતા હું એની મજા માણી રહ્યો હતો. ભારતમાં જો ફટાકડો પણ ફૂટે તો કહે છે કે પાકિસ્તાને કર્યું છે. તમારી પાસે 8 લાખ લોકોની ફોજ છે અને કાશ્મીરમાં આ થઈ ગયું. એનો અર્થ એવો છે કે તમે આટલા નાલાયક છો, નકામા છો કે તમે લોકોને સિક્યોરિટી ના પૂરી પાડી શક્યા.

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 22મી એપ્રિલના ભયાનક આંતકવાદી હુમલો થયો છે. આ હુમલામાં 26 નિર્દોષ લોકોનો ભોગ લેવાયો હતો. આ હુમલા બાદથી જ આખા દેશમાં રોષની લાગણી જોવા મળી રહી છે. આ હુમલાને પગલે ભારત સરકારે પાકિસ્તાનને લઈને અનેક મોટા નિર્ણયો લીધા છે.

આપણ વાંચો : શાહિદ આફ્રિદી ફરી ઝેર ઓક્યું, ભારતીય સેનાને ‘નાલાયક’ અને ‘નકામી’ કહી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button