મહેમદાબાદમાં મોટી દુર્ઘટનાઃ મેશ્વો નદીમાં છ સગીર ડૂબ્યાંઃ ત્રણનાં મૃતદેહ મળ્યાં

મહેમદાવાદ: મહેમદાવાદ તાલુકાના કનીજ ગામ પાસે આવેલી મેશ્વો નદીમાં કિશોરીઓ ડૂબી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. મેશ્વો નદીમાં એક કિશોર સહિત પાંચ કિશોરી ન્હાવા માટે ગઈ હતી, આ દરમિયાન અચાનક ડૂબવાની મોટી દુર્ઘટના ઘટી હતી. ઘટનાની જાણ થતા જ સ્થાનિક તરવૈયાઓ આવી પહોંચ્યાં હતા. શોધખોળ કરવામાં આવતા એક કિશોર સહિત બે કિશોરીના મૃતદેહને શોધી કાઢવામાં આવ્યાં છે. બાકી ત્રણ કિશોરીની તરવૈયાઓ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે.
મેશ્વો નદીના પાણી ઊંડા હોવાથી કિશોરીઓ ડૂબી
સ્થાનિકોના જાણવ્યા પ્રમાોણે, આ કિશોરીઓ નદીમાં ન્હાવા માટે પડે હતી. નદીના પાણી ઊંડા હોવાથી તે ડૂબી ગઈ હતી. આ સમગ્ર ઘટના અંગે મહેમદાવાદ પોલીસ અને ફાયરબ્રિગેડ જાણ કરવામાં આવતા તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા અને કાર્યવાહી હાથ ધરી દીધી હતી. અત્યારે ત્રણ કિશોરીનો મૃતદેહ મળી આવ્યા છે, આ ઘટનાને લઈને ગામમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે, જ્યારે પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.
આ પણ વાંચો: લિબિયાના દરિયાકાંઠે નાવ પલટી જતાં 65 લોકો ડૂબ્યાં; મોટાભાગના પાકિસ્તાની નાગરિકો…
બે કિશોરીના મૃતદેહની ઓળખની કામગીરી ચાલુ
સમગ્ર ઘટના અંગે મહેમદાવાદના પીઆઇ સોલંકીએ જણાવ્યું કે, અત્યારે બે કિશોરીના મૃતદેહની ઓળખ થાય તેની કામગારી ચાલી રહી છે. આ સાથે બાકીની ત્રણ કિશોરીની પણ સ્થાનિક તરવૈયાઓ અને ફાયરબ્રિગેડની ટીમ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતા મહેમદાવાદના મામલતદાર પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં. ઘટનાસ્થળ પર અત્યારે સ્થાનિક લોકો ટોળે વળીને ક્યારે કિશોરીઓને બહાર કાઢવામાં આવશે તેની રાહ જોઈ રહ્યાં છે.