નેશનલ

પહલગામથી પાછા ફરેલા જાલનાના રહેવાસીએ કર્યો દાવો કે શકમંદ આતંકવાદી સાથે થઈ હતી વાત…

જાલના: પહલગામ હુમલાના એક દિવસ પહેલા શકમંદ આતંકવાદીએ પોતાની સાથે વાત કરી હોવાનો દાવો તાજેતરમાં કાશ્મીરથી પાછા ફરેલા જાલનાના એક રહેવાસીએ કરી છે. ‘હિન્દુ છો કે? તમે કાશ્મીરના હોય એવું લાગતું નથી’, એમ આદર્શ રાઉતને બૈસરન ખાતેના ફૂડ સ્ટોલ પર એક વ્યક્તિએ પૂછ્યું હતું.

હુમલાના થોડા દિવસમાં સલામતી એજન્સી દ્વારા પર્યટકોએ વર્ણવેલા હુમલાખોરોના ચહેરાના આધારે સ્કેચ તૈયાર કર્યા હતા. આ સ્કેચમાંથી એક જણ તે વ્યક્તિ સાથે મળી આવે છે જેની પોતે વાત કરી હતી, એવું રાઉતનું કહેવું છે.

રાઉતના જણાવ્યા અનુસાર ૨૧મી એપ્રિલે જ્યારે તે એક ફૂડ સ્ટોલ પર ખાવા માટે ઊભો રહ્યો હતો ત્યારે એક વ્યક્તિએ આવીને તેને પૂછ્યું હતું કે તમે હિન્દુ છો કે? તમે કાશ્મીરના હોય એવું લાગતું નથી. ત્યાર બાદ તે વ્યક્તિ તેના સાથી સાથે જતી રહી હતી અને જતા જતા એવું બોલતા ગયા હતા કે આજે બહુ ઓછી ભીડ છે. એનઆઇએ દ્વારા સ્કેચ જાહેર કરાયા બાદ મને તે ઘટનાનો ખ્યાલ આવ્યો હતો. એનઆઇએને મેં ઇમેઇલ કરીને કાશ્મીરના આ પ્રસંગ વિશે જણાવ્યું છે, એમ રાઉતે કહ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button