ભુજ

રાપરના ખેતરમાં યુવક-યુવતીએ સજોડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ચકચાર

ભુજ : લગ્ન બાહ્ય સંબંધોના કરૂણ અંજામ આવતા હોય છે તો ક્યારેક આવા સંબંધો ગુનાખોરી સીમાવર્તી રાપર તાલુકાના અમરાપર ગામમાં પરિવાર સાથે રહેતા પરિણીત એવા કાનજી દેવા કોળી (ઉ.વ.૩૦) અને જમનાબેન ખેતા કોળી (ઉ.વ.૧૯)એ પલાંસવાના એક ખેતરમાં જઇને સજોડે ગળેફાંસો ખાઇ આત્મઘાતી પગલું ભરી લેતાં સમગ્ર પંથકમાં ગમગીની સાથે ચકચાર પ્રસરી હતી.

રાપરના પી.આઇ.જે.એમ.વાડાએ બનાવ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, પરિણીત કાનજી કોળી ગામમાં એકલવાયું જીવન જીવતો હતો, અને ૧૯ વર્ષની જમના કોળીના ટૂંક સમયમાં લગ્ન થવાના હતા.

યુવક અને યુવતી ગત ૨૬મી એપ્રિલની રાત્રિથી જ ગાયબ થઇ જતાં ચિંતિત પરિવારજનોએ વ્યાપક શોધખોળ આદરી હતી. આ દરમ્યાન નજીકના પલાંસવા ગામના પાદરે આવેલા નોંઘા માળીના ખેતરમાં એક વૃક્ષ પરથી બંનેના એકજ દોરડાંમાં લટકતા મૃતદેહો મળી આવ્યા હતા.

આપણ વાંચો:  ભુજથી મુંબઈ વચ્ચે ત્રીજી ફ્લાઈટ, પણ આ માગણી ક્યારે પૂરી થશે?

આ કરુણ બનાવ પાછળ પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે તેમ પી.આઇ. જે.એમ.વાડાએ ઉમેર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button