અંતિમ સમયે નેતાજી પાસે ખરેખર કેટલો ખજાનો હતો?

પ્રફુલ શાહ
નેતાજી સુભાષચંદ્ર બૉઝના જીવન અને મૃત્યુની જેમ જ તેમની આઝાદ હિન્દ ફોજ (ઇન્ડિયન નેશનલ આર્મી-આઇ.એન.એ.)નો ખજાનો પણ આજેય રહસ્યના પડળમાં વીંટળાયેલો છે.
આ મામલાની થોડી વધુ વિગતો જાણીએ. 1945માં તો જાપાન અને આઇ.એન.એ. બર્મામાં શત્રુ રાષ્ટ્રો (મુખ્યત્વે બ્રિટન-સોવિયેત સંઘ, અમેરિકા અને અન્ય દેશો) બર્મા પર હાવી થઇ ગયા હતા. 1945માં એટલે કે બીજા વિશ્ર્વ-યુદ્ધમાં આ દેશોએ એક્સિસ પાવર્સ (અર્થાત્ જર્મની, જાપાન અને ઇટલી)નો જોરદાર સામનો કર્યો હતો. આથી જાપાનની પડખે રહેનારા સુભાષબાબુએ જર્મની છોડી દેવું પડયું હતું. 1945ની 24મી એપ્રિલે નેતાજી સુભાષ પોતાની સાથે કામચલાઉ સરકારનો ખજાનો લઇને બૅંગકોક માટે રવાના થયા હતા.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં મુખ્ય પ્રધાનનું સસ્પેન્સ યથાવત શાહના ઘરે 3 કલાકની મેરેથોન બેઠકમાં, કોઈ નિર્ણય ન લઈ શકાયો…
અહીં એક સવાલ આવે છે કે નેતાજી ખજાનામાં શું-શું અને કેટલું લઇ ગયા હતા? આનો ચોક્કસ જવાબ ઉપલબ્ધ નથી, બલકે વિરોધાભાસી વિગતો મળે છે. બીજા વિશ્ર્વ-યુદ્ધના અંત બાદ બ્રિટિશ ગુપ્તચરોએ બૅંગકોકમાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ (આઇ. આઇ. એલ.)ના વડા દેવનાથ દાસની પૂછપરછ કરી હતી. દેવનાથ દાસના કહેવા પ્રમાણે નેતાજી 6.3 કિલોગ્રામ સોનું લઇને નીકળ્યા હતા.
1945ની 15મી ઓગસ્ટે જાપાને શરણાગતિ સ્વીકારી અને એની સાથે આઝાદ હિન્દ સેનાના 40 હજાર જવાનોએ પણ બર્મામાં હથિયાર હેઠા મૂકી દીધા હતા. આમાંથી અમુક આગેવાનોને દિલ્હીના રેડ ફોર્ટમાં લઇ જવાયાં દેશદ્રોહના ખટલાનો સામનો કરવા માટે. બીજી તરફ બ્રિટન સામે સદીનો સૌથી મોટો સશસ્ત્ર વિગ્રહ કરનારા સુભાષબાબુનું કાસળ કાઢી નાખવા માટે બ્રિટિશ વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલે 1945માં આદેશ આપ્યો હતો. અગાઉ આવી જ સુપારી 1941માં અપાઇ હતી. ચર્ચિલના શબ્દો ઇતિહાસમાં અંકિત છે કે ‘જો (નેતાજી બૉઝ) પકડાય તો ભીંત સરસા ઊભા રાખીને ઠાર મારવા!’
આ પણ વાંચો: શરદ પવાર અને અમિત શાહ વચ્ચે સરકાર બનાવવા માટે મુલાકાત? અજીત પવારના દાવા એ મચાવ્યો ખળભળાટ
આવા માઠા સંજોગો વચ્ચે 1945ની 18મી ઓગસ્ટે નેતાજી બૉઝ પોતાના સાથી હબીબુર રહેમાન સાથે જાપાનીઝ બૉમ્બર પ્લેનમાં સાયગોન જવા નીકળ્યા, જયાંથી તેઓ સોવિયેત સંઘમાં પ્રવેશવાનો પ્રયાસ કરવાના હતા. નેતાજીના જીવનના અંતિમ કલાકોના સાથી હતા આ હબીબુર રહેમાન.
આ વિમાન તૂટી પડયું. જાપાનના લશ્કરે ઘટનાસ્થળેથી ખજાનાનો 11 કિલો જેટલો સામાન મેળવ્યો હતો. અહીંથી પેટ્રોલના કેનમાં ખજાનાના અંશ અને બીજા બોકસમાં નેતાજીના મનાતા કે ગણાવાયેલા અવશેષ લઇ જવાયા. આ અસ્થિને તાઇવાનના સ્થાનિક સ્મશાનમાં દફનાવાયા હતા. એ બન્નેમાં ભારતના સૌથી મોટા રાજકીય રહસ્ય પુરાયેલા હતા નેતાજીના જીવન-મોત અને આઇ.એન.એ.ના ખજાના અંગેના.
જો નેતાજી પાસે 6.3 કિલો સોનું હતું તો એ 11 કિલોના ખજાનાના અંશમાં કેવી રીતે ફેરવાઇ ગયું? શું વિમાન દુર્ઘટનાની પ્રચંડ આગમાં સોનું ઓગળીને માત્ર 11 કિલોનો ગઠ્ઠો બની ગયું હશે?
આ પણ વાંચો: નવાબ મલિકની ઉમેદવારીથી મહાયુતિમાં અસર નહીં: પ્રફુલ પટેલ
દેવનાથ દાસ અને હબીબુર રહેમાનથી એકદમ અલગ વાત નેતાજીના અંગત સેવક કુંદનસિંહે કરી હતી. તેમના દાવા મુજબ ખજાનો સ્ટીલના ચાર બોકસમાં હતો. આમાં ભારતીય મહિલાઓએ ડોનેટ કરેલા ઘરેણાં, કાંડા ઘડિયાળ, હાર, બુટિયા, બ્રેસલેટ, બંગડી અને પાઉન્ડ સાથે કેટલાંક સોનાના તાર હતા. આમાં નેતાજીને એડોલ્ફ હિટલરે ભેટમાં આપેલું સિગારેટ કેસ પણ હતું. કુંદનસિંહે સ્પષ્ટતા ય કરી હતી કે બૅંગકોકથી સાયગોન માટે રવાના થવા પૂર્વે નેતાજીએ પોતે આ ચાર બોકસ ચેક કર્યાં હતા.
આ ત્રણ વર્ઝન પૂરતા ન હોય એમ બૅંગકોક સ્થિત આઇ.આઇ.એલ.ના આગેવાન પંડિત રઘુનાથ શર્માએ એકદમ નવો ફણગો ફોડયો કે નેતાજી પોતાની સાથે રૂ. એક કરોડનું સોનું અને કિંમતી ચીજો લઇને નીકળ્યા હતા. આનો સાફ અર્થ એ નીકળી શકે કે અકસ્માતગ્રસ્ત વિમાનના કાટમાળમાંથી જે કંઇ મળ્યું એના કરતાં વધુ ખજાનો હતો.
આ પણ વાંચો: શિંદે-શાહની મીટીંગમાં રંધાઇ ખીર? શું થયું અમિત શાહ અને એકનાથ શિંદે વચ્ચેની બેઠકમાં…
આ બાબતમાં કદાચ વધુ જાણકારી એક સજજન પાસે હતી. એ હતા પત્રકારમાંથી આઇ.એન.એ.ની કામચલાઉ સરકારના પ્રચાર પ્રધાન એસ. એ. ઐયર. નેતાજીના છેલ્લા દિવસોમાં ઐયર એમની સાથે જ હતા.
આ બધા નિવેદન અને દાવા વચ્ચે સચ્ચાઇ કયાંક દૂર-દૂર છે. પણ ખજાનો કયાં છે? એ ગયો છે કયાં? કોઇ હડપ કરી ગયું? આ સવાલો આઝાદ ભારતને રાજકારણને ખૂબ સતાવવાના હતા. એના જવાબ શોધવાના ખૂબ પ્રયાસો થયા પણ એમાંથી શું ઊપજયું? (ક્રમશ:)