નેશનલ

AAP સરકારે આચર્યુ હતું રૂ.2000 કરોડનું ક્લાસરૂમ કૌભાંડ! આ દિગ્ગજ નેતાઓ સામે કેસ નોંધાયો

દિલ્હી: વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી(AAP)ની કરામી હાર થઇ હતી, પાર્ટીના દિગ્ગજ નેતાઓની પણ ચૂંટણી હારી ગયા. હવે પાર્ટીની મુશ્કેલી વધી છે, દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા અને ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈન સામે કથિત ક્લાસરૂમ કૌભાંડ (Classroom Scam) અંગે કેસ નોંધવામાં આવ્યો છે.

દિલ્હી પોલીસની એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ બંને નેતાઓ સામે ભ્રષ્ટાચારનો કેસ નોંધ્યો છે અને અન્ય કથિત ગુનેગારોની ભૂમિકા નક્કી કરવા માટે વ્યાપક તપાસ શરૂ કરી છે. ACBના વડાએ જણાવ્યું કે, કેટલાક સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવી રહી છે.

અરવિંદ કેજરીવાલ સરકારમાં નાયબ મુખ્ય પ્રધાન સિસોદિયા શિક્ષણ વિભાગ સંભાળતા હતા, જ્યારે સત્યેન્દ્ર જૈન જાહેર બાંધકામ વિભાગ(PWD) ના પ્રભારી પ્રધાન હતા. AAPના બંને દિગ્ગજ નેતાઓ અગાઉ લીકર પોલીસી સંબંધિત કથિત મની લોન્ડરિંગ કેસમાં લાંબો સમય જેલમાં રહી ચુક્યા છે.

આપણ વાંચો:  Ind-Pak Tension: UN મહાસચિવ ચિંતિત; એસ જયશંકર અને શેહબાઝ શરીફને ફોન કર્યા

મળતિયાઓને કોન્ટ્રાક્ટ:
ACB ને જાણવા મળ્યું છે કે AAP સરકારના કાર્યકાળ દરમિયાન 12,000 થી વધુ ક્લાસરૂમ્સ અને સ્કૂલના મકાનો ખૂબ જ ઊંચા ખર્ચે બનાવવામાં આવ્યા હતા, જેના કારણે રૂ.2,000 કરોડ રૂપિયાની કથિત ગેરરીતિઓ થઈ હતી.

કન્સ્ટ્રકશન માટે કોન્ટ્રાક્ટ 34 કોન્ટ્રાક્ટરોને આપવામાં આવ્યા હતા, અને તેમાંથી મોટાભાગના AAP સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળ્યું હતું. બાંધકામ સમયમર્યાદામાં પૂર્ણ થયું ન હતું, જેના કારણે ખર્ચમાં મોટો વધારો થયો હતો.

નબળી ગુણવત્તાના ક્લાસરૂમ્સ બનાવ્યા:
સરકારે 30 વર્ષ સુધી ચાલે એવા સેમી-પરમેનન્ટ સ્ટ્રક્ચર (SPS) ક્લાસરૂમ્સ બનાવ્યા હતાં. જોકે, તેનો ખર્ચ 75 વર્ષ સુધી ચાલતા પાક્કા ક્લાસરૂમ્સ જેટલો હોવાનું જાણવા મળ્યું. ACBએ જણાવ્યું હતું કે યોગ્ય પ્રક્રિયાનું પાલન કર્યા વિના કન્સલ્ટન્ટ અને આર્કિટેક્ટ્સને નોકરી પર રાખવામાં આવ્યા હોવાથી ખર્ચ વધુ વધ્યો હતો.

ACB એ કહ્યું છે કે આપેલા ટેન્ડર મુજબ, શાળાના રૂમના બાંધકામનો એક વખતનો ખર્ચ પ્રતિ રૂમ આશરે રૂ. 24.86 લાખ છે, જ્યારે દિલ્હીમાં આવા રૂમ સામાન્ય રીતે પ્રતિ રૂમ આશરે રૂ. 5 લાખમાં બનાવી શકાય છે..

રીપોર્ટ દબાવી રાખવામાં આવ્યો:
ભાજપના કેટલાક નેતાઓએ ફરિયાદ નોંધાવ્યા બાદ તપાસ શરૂ થઈ હતી કે વર્ગખંડો બનાવવાનો ખર્ચ લગભગ પાંચ ગણો વધી ગયો છે. ACBએ વધુમાં જણાવ્યું કે કે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (CVC) ના એક અહેવાલમાં પણ ક્લાસરૂમ પ્રોજેક્ટમાં ઘણી ગેરરીતિઓનો પર્દાફાશ થયો હતો, પરંતુ એ રીપોર્ટને લગભગ ત્રણ વર્ષ સુધી દબાવી દેવામાં આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button