અમદાવાદ

કાર ડ્રાઈવિંગ લાયસન્સ માટે અરજી કરતાં 57 ટકા ગુજરાતીઓ નાપાસ, આ છે મુખ્ય કારણ

અમદાવાદઃ ગુજરાતમાં વાહનોની સંખ્યામાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે, વાહનો વધવાની સાથે લોકો લાયસન્સ માટે પણ મોટા પ્રમાણમાં અરજી કરી રહ્યા છે. એક રિપોર્ટ પ્રમાણે, ગુજરાતમાં કાર ડ્રાઇવિંગ લાયસન્સ માટે અરજી કરતાં 57 ટકા લોકો નાપાસ થાય છે.સારથી વેબસાઇટના તાજેતરના ડેટા અનુસાર, અરજદારોને ડ્રાઇવિંગ લાયસન્સ ટેસ્ટ પાસ કરવામાં મુશ્કેલી પડી રહી છે, જેમાં પાસ થવા માટે સરેરાશ ત્રણ પ્રયાસોની જરૂર પડે છે. 2024-25 માં, 7.58 લાખ લોકોએ 20.5 લાખ ડ્રાઇવિંગ ટેસ્ટ આપ્યા હતા. તેમાંથી ફક્ત 6 લાખ લોકોએ જ સફળતાપૂર્વક તેમના લાયસન્સ મેળવ્યા હતા.

ફોર વ્હીલરના ટેસ્ટમાં નાપાસ થવાનો દર વધારે હતો. 57 ટકા અરજદારો પ્રક્ટિકલ પરીક્ષામાં નાપાસ થયા હોવાનું આરટીઓ અધિકારીએ જણાવ્યું હતું. ટુ વ્હીલરના ડ્રાઇવિંગ લાયસન્સ માટે અરજીકર્તા પૈકી માત્ર 15 ટકા જ નાપાસ થયા હતા. આરટીઓ અધિકારીઓના જણાવ્યા મુજબ, આશરે 40 ટકા અરજદારોએ ટુ વ્હીલર અને લાઇટ મોટર વ્હીકલ લાયસન્સ માટે અરજી કરી હતી. જેમાં કાર, ઓટો-રિક્ષા, જીપ, વાન, ટેક્સી અને મિની ટ્રકનોસ માવેશ થાય છે.

આરટીઓ અધિકારીઓના કહેવા પ્રમાણે, એલએમવી ટેસ્ટમાં 80 ટકા થી વધુ ફેઇલ અપ-ગ્રેડિયન્ટ અને રિવર્સ ટેસ્ટમાં થયા હતા. જ્યારે બાકીના 20 ટકાને પાર્કિંગ અને અંગ્રેજી 8 ટ્રેક પરીક્ષણમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે ડ્રાઇવિંગ લેસન લેનારાઓએ આ નિપુણતા મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

અધિકારીના કહેવા મુજબ, 2012 માં રજૂ કરાયેલા વિશિષ્ટ પરીક્ષણ ટ્રેકમાં ટુ-વ્હીલર્સ માટે 8-આકારનો કોર્સ, બોક્સ પાર્કિંગ, રિવર્સ પાર્કિંગ અને અપ-ગ્રેડિયન્ટ ટેસ્ટ સહિત કાર માટે વિવિધ મેન્યુવરેબિલિટી ટેસ્ટનો સમાવેશ થાય છે. રિવર્સ ટેસ્ટ આપતા મોટાભાગના એલએમવી લાયસન્સ અરજદારો નિર્ણયની ભૂલો કરે છે. ગ્રેડિયન્ટ ટેસ્ટમાં, જ્યારે તેમને આગળ વધવાનો સંકેત મળે છે, ત્યારે ઘણા લોકો તેમની કારને પાછળની તરફ ધસતી અટકાવી શકતા નથી અને તેથી તેમને ગેરલાયક ઠેરવવામાં આવે છે. ટુ-વ્હીલર લાયસન્સ ટેસ્ટમાં, ઉમેદવારો સામાન્ય રીતે સવારી કરતી વખતે તેમના પગ જમીનને સ્પર્શ કરે છે ત્યારે નિષ્ફળ જાય છે.

આપણ વાંચો:  ભુજના દરબારગઢમાં સ્થિત ૪૭૫ વર્ષ જુના રાણીવાસનું રિસ્ટોરેશન થશે

ઘણા યુવાનો 18 વર્ષના થતાં જ લર્નર લાયસન્સ માટે અરજી કરે છે, જે એલએમવી માં નિષ્ફળતા દરમાં વધારો કરે છે. અધિકારીના કહેવા પ્રમાણે, માતા-પિતા તેમના બાળકોને ગેરકાયદેસર રીતે વાહન ચલાવવાથી રોકવા માટે લર્નર લાયસન્સ મેળવવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button