આમચી મુંબઈ
દેવેન ભારતીઃ મુંબઈને મળ્યા નવા પોલીસ કમિશનર

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે મુંબઈના નવા કમિશનર તરીકે દેવેન ભારતીની નિમણૂક કરી છે. 1994ની બેચના આઈપીએસ અધિકારી દેવેન ભારતીએ અગાઉ પણ ઘણી મહત્વની પોસ્ટ પર સેવા આપી છે. કમિશનર તરીકે વિવેક ફણસળકર નિવૃત્ત થતાં સરકારે તેમના પદ પર ભારતીની નિમણૂક કરી છે.

ભારતીને જાન્યુઆરી 2023માં મુંબઈના પહેલા સ્પેશિયલ કમિશનર તરીકે નિમવામાં આવ્યા હતા. મહારાષ્ટ્રના જોઈન્ટ પોલીસ કમિશનર (કાયદો અને વ્યવસ્થા) તરીકે તેમણે સૌથી લાંબો કાર્યકાળ ભોગવ્યો હતો.
મહારાષ્ટ્ર રાજ્યના એન્ટિ ટેરરિઝમ સેલના પણ તેઓ વડા રહી ચૂક્યા છે.
આપણ વાંચો: પોલીસ અને કસ્ટમ્સના અધિકારીઓની દેખરેખમાં ચાલતા ડ્રગ્સ રૅકેટનો પર્દાફાશ…