IPLમાં ફરી થપ્પડ કાંડ! કુલદીપ યાદવે રિંકુ સિંહને બે થપ્પડ ફટકારી દીધી, વીડિયો વાયરલ

નવી દિલ્હી: ગઈ કાલે મંગળવારે ઇન્ડિયન પ્રીમિયર (IPL) 2025 માં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે એક રોમાંચક મેચ જોવા મળી હતી. આ મેચમાં KKRએ 14 રનથી જીત મેળવી. મેચ બાદની ક્ષણોનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં કુલદીપ યાદવ રિંકુ સિંહને થપ્પડ મારતો જોવા (Kuldip Slaps Rinku)મળે છે.
IPLમાં કુલદીપ યાદવ દિલ્હી કેપિટલ્સ(DC) તરફથી રમે છે, જ્યારે રિંકુ સિંહ કોલકાતા નાઈટ રાઈડર્સ(KKR) તરફથી રમે છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડીયમમાં ગઈ કાલે મેચ પત્યા બંને ટીમોના ખેલાડીઓ એકબીજા સાથે વાત કરી રહ્યા હતાં. એવામાં અચાનક કુલદીપ યાદવે કોઈ વાત પર રિંકુ સિંહને થપ્પડ મારી દીધી અને ત્યાર બાદ કઈક કહ્યું. વધુ વાતચીત ટાળવા રિંકુ હસ્યો. કુલદીપે ફરી એકવાર રિંકુને થપ્પડ મારી. ત્યાર બાદ રિંકુ ગુસ્સાથી લાલ થઇ ગયો અને કુલદીપ સામે જોતો રહ્યો.
આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, અને લોકો અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. લોકોને સવાલ થઇ રહ્યો છે કે ઇન્ડિયન ક્રિકેટમાં સાથે રમતા આ ખેલાડીઓ વચ્ચે શું થયું. એક યુઝરે BCCI, દિલ્હી કેપિટલ્સ અને KKR ને ટેગ કરીને લખ્યું, તપાસ કરો કે મામલો શું છે. બીજા એક યુઝરે લખ્યું, “કુલદીપનું વર્તન ખૂબ જ ખરાબ છે.”
IPLમાં અગાઉ થઇ ચુક્યો છે થપ્પડ કાંડ:
IPLની વર્ષ 2008ની સિઝનમાં હરભજન સિંહે શ્રીસંતને મેદાનની વચ્ચે થપ્પડ મારી હતી, જે હજુ સુધી લોકોને યાદ છે. એ સમયે હરભજન મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમી રહ્યો હતો અને શ્રીસંત કિંગ્સ ઈલેવન પંજાબ (હવે પંજાબ કિંગ્સ) તરફથી રમી રહ્યો હતો. આ ઘટના પછી, હરભજન પર પ્રતિબંધ અને દંડમાં ફટકારવામાં આવ્યો હતો.
આપણ વાંચો: KKR vs DC: સતત 3 વિકેટ અને 4 DRS, છેલ્લી ઓવર રોમાંચથી ભરપુર
જોકે બાદમાં હરભજને એક ઇન્ટરવ્યુમાં આ ઘટના અંગે પસ્તાવો વ્યક્ત કર્યો હતો. ભજ્જીએ એમ પણ કહ્યું કે આ તેમના જીવનની સૌથી મોટી ભૂલોમાંની એક હતી.