ટોપ ન્યૂઝનેશનલ

અશુભ સવારઃ કોલકાતા અને વિશાખાપટ્ટનમાં અલગ અલગ ઘટનાઓમાં 22 મોત

નવી દિલ્હીઃ દેશના બે મહત્વના શહેરોમાં છેલ્લા 12 કલાકમાં ઘટેલી બે કરૂણાંતિકામાં 22ના મોત થતા બુધવારની શરૂઆત જાણે અમંગળ થઈ હોય તેમ લાગી રહ્યું છે. વિશાખાપટ્ટનમમાં એક મંદિરનો મંચ ધસી પડવાથી આઠ જણના મોતની ખબર બહાર આવી રહી છે તો બીજી બાજુ કોલકાતામાં મોડી સાંજે એક હોટેલમાં લાગેલી આગમાં 14 જણના મોત થયાની માહિતી મળી છે.


વિશાખાપટ્ટનમમાં મંચ ધસ્યો ને
આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં શ્રી વરાહાલક્ષ્મી સ્વામી મંદિરમાં ચંદનોત્સવ દરમિયાન ઊભા કરવામાં આવેલા મંચનો 20 ફૂટ લાંબો ભાગ ધસી પડ્યો હતો. આ ઘટનામાં આઠ જણના મોત થયા હોવાની માહિતી મળી છે. ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાથી તેમને હૉસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યુ હતું. રાજ્યના ગૃહ પ્રધાન વંગાલાપુડી અનિતા અહીં પહોંચ્યા હોવાની માહિતી મળી છે. ચંદનોત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાગ લે છે અને આ વખતે લગભગ બે લાખ લોકોએ ભાગ લીધો હોવાનું બહાર આવ્યું છે.

આંધ્રપ્રદેશના અધિકારીના જણાવ્યા અનુસાર મોડી રાત્રે 2.30 આસપાસ ઘટના બની હતી. અહીં ખૂબ જ વરસાદ હતો અને તેના લીધે મંચ પડી ગયો હોવાની સંભાવના છે. તેમના જણાવ્યા અનુસાર 8 લોકોના મોત થયાની પ્રાથમિક માહિતી છે. રેસ્ક્યુ ઑપરેશન પૂરું થઈ ગયું છે. હવે ઘટનાની તપાસ કરવામાં આવશે.

આપણ વાંચો: તાલિબાનથી માંડીને તુર્કીયે પણ ભારતની પડખે, અમેરિકાએ આપ્યું મોટું નિવેદન

કોલકાતાની હોટેલમાં આગ
કોલકાતાના ફલપટ્ટી મછુઆ નામના વિસ્તારની રીતુરાજ હોટેલમાં ગઈકાલે મોડી સાંજે આ ઘટના બની હતી જેની વિગતો હવે બહાર આવી રહી છે. અહીંના અધિકારીના જણાવ્યા અનુસાર ગઊકાલે 8.15 વાગ્યા બાદ ઘટના ઘટી હતી. અત્યાર સુધીમાં 14 મતૃદેહ બહાર લાવી શકાયા છે. આગ ઓલવવાનું કામ થઈ ગયું છે. આગ લાગવાનું કારણ હજુ બહાર આવ્યું નથી, પરંતુ શોર્ટ સર્કિટને લીધે લાગી હોવાનું માનવામાં આવે છે.

આપણ વાંચો:  ભારતીય સૈન્ય આવનારા 24 કલાકમાં સ્ટ્રાઈક કરશેઃ પાકિસ્તાન ધ્રુજયુ

આ ઘટનાની મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ ફોન પર માહિતી લીધી હતી તો ભાજપના પ. બંગાળના પ્રમુખ અને કેન્દ્રમાં પ્રધાન સુકાંત મજુમદારે ફરી આવી ઘટના ન ઘટે તેની તકેદારી રાખવા મમતા સરકારને જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button