
નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લેવા પાકિસ્તાન સામે મોટી લશ્કરી કાર્યવાહીની તૈયારીઓ ચાલી રહી હોય લાગી (Action against Pakistan) રહ્યું છે. એવામાં આહેવાલ છે કે મંગળવારે ગૃહ મંત્રાલયની ઉચ્ચ સ્તરીય બેઠક બાદ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણ અને NSA અજિત ડોભાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે વડા પ્રધાનના નિવાસસ્થાને પહોંચ્યા છે. ત્રણેય દળો આર્મી, નેવી અને એરફોર્સના વડાઓ આ બેઠકમાં હાજર છે.
નોંધનીય છે કે પહેલગામ આતંકવાદી હુમલા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હુમલા પાછળના લોકોને દુનિયાના કોઈ પણ ખૂણામાંથી શોધી કાઢીને બદલો લેવાનું વચન આપ્યું છે. પાકિસ્તાન પર આતંકવાદીઓને મદદ કરવાનો આરોપ છે. ભારત પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરી શકે છે.
સતત થઇ રહી છે બેઠકો:
આજે ગૃહ મંત્રલાયમાં કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન, BSF, આસામ રાઇફલ્સ અને NSGના વડાએ બેઠક કરી હતી. બેઠકમાં આતંકવાદીઓ સામે કાર્યવાહી અંગેની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગઈ કાલે સોમવારે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે વડાપ્રધાનને મળ્યા હતા. આ દરમિયાન CDS જનરલ અનિલ ચૌહાણે હુમલા પછી લેવામાં આવેલા કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો વિશે માહિતી આપી.
સરકારને વિપક્ષનું સમર્થન:
પહેલગામ આતંકવાદી હુમલા પછી, સરકારે એક સર્વપક્ષીય બેઠક પણ બોલાવી હતી, જેમાં તમામ વિપક્ષી પક્ષોએ આતંકવાદ સામે લેવામાં આવેલા દરેક પગલામાં સરકારને સંપૂર્ણ સમર્થન આપવાની ખાતરી આપી હતી. હુમલા પછી તરત જ કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (CCS) ની બેઠક પણ બોલાવવામાં આવી હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે, NSG અને પોલીસે મંગળવારે જમ્મુમાં પ્રાચીન આપ શંભુ મંદિર સંકુલ અને નજીકના વિસ્તારોમાં એક મોક સિક્યોરિટી કવાયત હાથ ધરી હતી.
આપણ વાંચો: ગૃહ મંત્રાલયમાં મહત્વની સુરક્ષા બેઠક: BSF, CRPF, CISF, NSGના અધિકારીઓ હાજર