નેશનલ

વિશ્ર્વ પ્રસિદ્ધ દશેરાની ઉજવણીના ભવ્ય સમાપન માટે મૈસૂર સજજ

મૈસૂર: વિજયાદશમીના અવસરે વિશ્ર્વ પ્રસિદ્ધ ‘મૈસુર દશેરા’ની ઉજવણીનું ભવ્ય સમાપન મંગળવારે અદભૂત શોભાયાત્રા સાથે કરવામાં આવશે.અહીંના ચામુંડી હિલ્સ પર ૧૫મી ઓક્ટોબરથી આ ઉજવણી શરૂ થઈ હતી.

‘નાદા હબ્બા’ (રાજ્ય ઉત્સવ) તરીકે દશેરા ઉત્સવની આ વર્ષે ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી, જેમાં કર્ણાટકની સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરાઓનું નિરૂપણ કરવામાં આવ્યું હતું, જે એની શાહી ભવ્યતાની યાદ અપાવે છે.

મૈસુરના રાજવીઓની પ્રમુખ દેવી ચામુંડેશ્ર્વરીની મૂર્તિને લઈને ૭૫૦ કિલો સોનાની “અંબાડી પર અભિમન્યુ’ નામના હાથીની આગેવાનીમાં ડઝનબંધ હાથીઓની કૂચ જોવા હજારો લોકો આવે છે. બપોરે ૧.૪૫ થી ૨.૦૮ વાગ્યાની વચ્ચે શુભ ‘મકર લગન’માં આલીશાન અંબા વિલાસ પેલેસ પરિસરમાંથી મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા ‘નંદી ધ્વજા’ને પૂજા અર્પણ કર્યાં પછી આ ભવ્ય શોભાયાત્રા શરૂ થશે.

પ્રાદેશિક સંસ્કૃતિ અને વારસાને દર્શાવતી સંખ્યાબંધ કલાકારો અને ટેબ્લોક્સનો સમાવેશ કરતી આ શોભાયાત્રા બન્નીમંતપા ખાતે સમાપ્ત થતાં પહેલાં લગભગ પાંચ કિલોમીટરનું અંતર કાપશે.ત્યારબાદ મુખ્ય પ્રધાન સાંજે ૪.૪૦થી પાંચ વાગ્યાની વચ્ચેના શુભ મીન લગ્નમાં હળવદમાં સ્થાપિત ચામુંડેશ્ર્વરીની મૂર્તિ પર પુષ્પોની વર્ષા કરીને હાથીઓની શોભાયાત્રાને ફ્લેગ ઓફ કરાવશે. ત્યારબાદ રિવાજોને અનુસરીને, ૨૧ તોપોની સલામી આપવામાં આવશે.મંગળવારે સાંજે બન્નીમંતપા મેદાન ખાતે મશાલ પરેડ યોજાશે. રાજ્યપાલ થાવરચંદ ગહલોત પરેડમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button