ચંદોળા ડિમોલિશન રોકવાની હાઈકોર્ટની નાઃ બુલડોઝર ચાલુ જ રહેશે

અમદાવાદઃ શહેરના જાણીતા ચંદોળા તળાવ આસપાસ સવારથી જ ડિમોલિશન ડ્રાઈવ શરૂ થઈ હતી. સેંકડો પોલીસકર્મીની હાજરીમાં અહીં ગેરકાયદે બાંધકામનો સફાયો બોલાવી દેવામાં આવ્યો છે. આ ડિમોલિશન વિરુદ્ધ કોર્ટમાં અર્જન્ટ પિટિશન દાખલ કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે કોઈપણ પ્રકારના સ્ટેનો ઈનકાર કર્યો હતો.
અમદાવાદમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોનો ગઢ આ વિસ્તાર માનવામાં આવે છે. પહેલગામ હુમલા બાદ સફાળી જાગેલી 50 જેટલા જેસીબી મશીન સાથે ટીમ બાંધકામ તોડી રહી છે. મોડી રાતથી જ ચંડોળા તળાવ વિસ્તારમાં બુલડોઝર અને ટ્રકો ખડકી દેવામાં આવી હતી.
આ વિસ્તારને ક્લિન કરવા માટે બે હજારથી વધુ પોલીસનો કાફલો, 60 જેસીબી, 60 ડમ્પર તહેનાત કરવામાં આવ્યા છે. ડ્રોનની મદદથી સમગ્ર કાર્યવાહી પર બાજ નજર રાખવામાં આવી રહી છે. અમદાવાદના ચંડોળા તળાવમાં એક જ દિવસમાં 3000 ગેરકાયદે મકાનો તોડવાનું આયોજન છે.
આપણ વાંચો: અમદાવાદમાં ગરમીનો પારો ઊંચકાતા ઈમરજન્સી કેસમાં થયો 30 ટકાનો વધારો
વર્ષ ૨૦૧૦માં, ચંડોળા તળાવની આસપાસની હરિયાળી અને તળાવની પાણી સંગ્રહ ક્ષમતા ઘણી સારી હોવાનું કહેવામાં આવે છે, પરંતુ 2025માં, એટલે કે 14 વર્ષ પછી, અહીંનું ચિત્ર બદલાઈ ગયું છે. હાલમાં તળાવની આસપાસના વિસ્તારમાં મોટા પાયે અતિક્રમણ છે. કહેવાય છે કે આ વિસ્તારમાં એકવાર ગયેલી અજાણી વ્યક્તિ સ્થાનિકની મદદથી બહાર નીકળી શકે નહીં. અહીં રહેઠાણ નાના કારાખાના, મસ્જિદો વગેરે બનાવવામાં આવ્યા છે. સરકારની કામગીરીથી આ વિસ્તાર ચોખ્ખો થશે તેમ માનવામાં આવે છે.