વડોદરા

વડોદરામાં ઈન્કમટેક્સ ઓફિસ સુપ્રીટેન્ડેન્ટને 500 રૂપિયાની લાંચ માંગવી ભારે પડી, એસીબીએ ઝડપી લીધો

વડોદરાઃ શહેરમાં ઈન્કમટેક્સ ઓફિસ સુપ્રીટેન્ડેન્ટ 500 રૂપિયાની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયો હતો. ઇન્કમટેક્સ ઓફિસ સુપ્રીટેન્ડન્ટ નીતીશ ભારતી (ઉ.વ.41) આધાર અને પાનકાર્ડમાં સુધારા માટે એક હજાર રૂપિયાની લાંચ માંગી હતી. એસીબીએ તેને 500 રૂપિયાની લાંચ લેતા રંગેહાથે ઝડપી લીધો હતો.

શું છે મામલો?

વડોદરામાં ફરિયાદીને નવો ધંધો શરૂ કરવાનો હોવાથી પોતાના આધાર કાર્ડમાં નામ સરનામા પ્રમાણે પાન કાર્ડમાં સુધારો કરવાનો હતો. તે ઉપરાંત પાન કાર્ડમાં રહેઠાણના સ્ટેટસનો સુધારો કરવાનો હતો. જેથી ફરિયાદીએ રજૂઆત કરતાં આરોપીને ગત 25 એપ્રિલે અરજી આપી હતી. આ અરજીમાં આરોપીએ ફરિયાદીને પાનકાર્ડનું સ્ટેટસ ચેક કરવા માટે કોઈપણ રીતે બહાના બતાવવામાં આવતા હતાં અને ડોક્યુમેન્ટ મંગાવતો હતો. ત્યારબાદ આરોપીએ ફરિયાદીને ફોન કરીને 1000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી. જે લાંચની રકમ ફરિયાદી આરોપીને આપવા માંગતા ન હોવાથી તેમણે એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. એસીબી દ્વારા લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. આરોપી ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી 500 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ પકડાયો હતો.

ઉલ્લેખનીય છે કે એસીબી રાજ્યમાં લાંચીયા લોકો પર સતત સકંજો ભીંસી રહ્યું છે અને દર સપ્તાહે ચારથી પાંચ લોકોને ઝડપી રહ્યું છે, તેમ છતાં કેટલાક ઈસમો સુધરવાનું નામ નથી લઈ રહ્યા. આ પહેલા જમીનના ખાતા અલગ-અલગ કરી આપવાના બદલામાં એક વ્યક્તિ પાસેથી રૂ. 10,000 લાંચ લેતા અમરેલીના જાફરાબાદના મામલતદાર કચેરીના રેવન્યુ મંત્રી પ્રવીણ કેશુભાઈ માયડાની એસીબીએ ધરપકડ કરી હતી.

આપણ વાંચો:  વિસાવદર અને કડીની પેટા ચૂંટણીની તારીખ અંગે પક્ષોમાં જાગી તાલાવેલી, ક્યારે થશે જાહેરાત?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button