
હાલમાં આઈપીએલની મૌસમ પુરબહારમાં ખિલી ઉઠી છે, ત્યારે હેડિંગ વાંચીને ચોક્કસ જ પંજાબ કિંગ્સ ઈલેવનના ફેન્સ ચોક્કસ જ દુઃખી થયા હશે. એટલું જ નહીં પણ કદાચ કોણે આ કાળવાણી ઉચ્ચારી છે, આ સાંભળીને ટીમની માલિક અને બોલીવૂડ એક્ટ્રેસ પ્રીટિ ઝિન્ટાએ કેવું રિએક્શન આપ્યું હશે એ જાણવાની તાલાવેલી પણ થઈ ગઈ હશે. ચાલો તમને આ વિશે જણાવીએ-
વાત જાણે એમ છે કે પંજાબ કિંગ્સ ઈલેવનની માલિક પ્રીટિ ઝિન્ટા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને દરેક મેચમાં પ્રીટિ ઝિન્ટા પોતાની ટીમને ચિયરઅપ કરતી જોવા મળે છે. હાલમાં જ તેણે સોશિયલ મીડિયા પર આસ્ક મી સેશન કર્યું હતું. આ સેશનમાં જ એક યુઝરે તેને કહ્યું પંજાબ કિંગ્સ ટ્રોફી નથી જિતવાની. આ સાંભળીને પ્રીટિ ઝિન્ટાનો પારો છટકી ગયો અને તેણે યુઝરને ખરીખોટી સંભળાવી હતી.
પ્રીટિ ઝિન્ટાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં લખ્યું હતું કે આવું એ જ લોકો બોલે છે જેમણે જીવનમાં ક્યારેય કંઈ હાંસિલ નથી કર્યું. જોકે, તે અહીંયા મારા ચેટ શોમાં ભાગ લેવાની હિંમત કરી છે એટલે આ એક લેસન સમાન છે. કાં તો કંઈ કોન્ક્રિટ હોય તો જ બોલો, નહીં તો ચૂપ રહો. મને એવું લાગે છે કે ચોક્કસ જ તમે એક ધનવાન પિતાના સંતાન હશો, જે તમને જીવનમાં આગળ વધવામાં મદદ કરતા હશે.
આ જ સેશનમાં પ્રીટિ ઝિન્ટાને એક યુઝરે પૂછ્યું હતું કે ફાઈનલમાં તમે પંજાબની સામે કઈ ટીમને જોવા માંગો છો? હું તો આરસીબીને જોવા માંગુ છું. જેના જવાબમાં પ્રીટિએ જણાવ્યું હતું કે મારું ફોકસ મારી ટીમ પર છે, જે પંજાબ કિંગ્સ ઈલેવન છે તો માફ કરજો હું કોઈ બીજી ટીમ વિશે વાત ના કરી શકું. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો પ્રીટિ ઝિન્ટા ટૂંક સમયમાં જ લાહોર 1947માં જોવા મળશે. થોડાક સમય પહેલાં જ તેણે પોતાના નવા પ્રોજેક્ટની જાહેરાત કરી હતી.
આપણ વાંચો : 122 કરોડનું કૌભાંડઃ ન્યૂ ઈન્ડિયા બેંકે પ્રીતિ ઝિંટાને આપી ‘રાહત’, ફરી અભિનેત્રીનું નામ ઉછળ્યું…