નેશનલ

ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે વિદેશ મંત્રાલયના અધિકારીઓએ તાલિબાન સાથે કરી બેઠક

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારત તૈયારી કરી રહ્યું છે. પાકિસ્તાનને પણ ખ્યાલ છે કે ભારત દ્વારા આ આતંકવાદી હુમલાનો બદલો લેવામાં આવશે. જેથી તે પણ તૈયારી કરી રહ્યું છે. ખાસ વાત તો એ છે કે, અત્યારે પાકિસ્તાનને ડર સતાવી રહ્યો છે, વિદેશી મહાસત્તાને આ મામલે દખલ કરવા માટે પણ વિનંતી કરી રહ્યું છે. પરંતુ મોટા ભાગના દેશોએ ભારતને સમર્થન આપ્યું છે અને આતંકવાદ સામેની લડાઈમાં દરેક પ્રકારનો સાથ આપવાની વાત કરી છે.

અફઘાનિસ્તાનના ઈસ્લામિક અમીરાતના વિદેશ મંત્રી સાથે ખાસ બેઠક

આવી સ્થિતિમાં ભારતીય વિદેશ મંત્રાલયના વિશેષ પ્રતિનિધિ અને અફઘાનિસ્તાન, ઈરાન અને પાકિસ્તાન વિભાગના મહાનિર્દેશક આનંદ પ્રકાશે અફઘાનિસ્તાનના ઈસ્લામિક અમીરાતના વિદેશ મંત્રી મૌલવી અમીર ખાન મુત્તાકીની મુલાકાત કરી છે, જેથી પાકિસ્તાન વધારે ચિંતિત થઈ શકે છે. બંને પક્ષોએ બેઠક દરમિયાન દ્વિપક્ષીય રાજકીય સંબંધોને મજબૂત કરવા, વેપાર અને પરિવહન સહયોગ વધારવા માટે ખાસ ચર્ચા કરી હતી. જો કે, પહેલગામ આતંકવાદી હુમલા અંગે કોઈ ચર્ચા થઈ કે કેમ? તે અંગે કોઈ ચોક્કસ વિગતો સામે આવી નથી.

શું ભારત અફઘાનિસ્તામાં આર્થિક રોકાણ કરશે?

આ બેઠક દરમિયાન વિઝા અને દ્વિપક્ષીય વેપારને પણ વ્યવસ્થિત કરવા માટે વિવિધ ક્ષેત્રોમાં બન્ને પક્ષો દ્વારા સંબંધો મજબૂત કરવાના પ્રયત્નો કરવામાં આવશે. આ બેઠક એવા સમયે કરવામાં આવી છે, જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવનો માહોલ છે. અફઘાનિસ્તાને ભારતને અહીં રોકાણ કરવા માટે કહ્યું છે. ભારતીય ઉદ્યોગપતિઓને અહીં રોકાણ કરવામાં માટે આવે તેવી પણ ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ શું આ બેઠક માત્ર વેપારી ગતિવિધિઓ માટે જ કરવામાં આવી? કે પછી અન્ય કોઈ એજન્ડા પણ હોઈ શકે છે? તે બાબતે કઈ કહી શકાય તેવું નથી.

આ પણ વાંચો: પહેલગામ હુમલો: આતંકવાદીઓ એન્ક્રિપ્ટેડ એપ વડે તેમના આકાના સંપર્કમાં હતાં

આ બેઠક પાકિસ્તાન માટે ચિંતાનો વિષય બનશે!

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ બેઠક પાકિસ્તાન માટે ચિંતાનો વિષય બની શકે છે. કારણ કે, જો ભારત દ્વારા જવાબી હુમલો કરવામાં આવશે તો પાકિસ્તાન અન્ય દેશો પાસે મદદ માંગવા માટે જઈ શકે છે. તો અફઘાનિસ્તાન પાકિસ્તાનની સરહદે આવેલું છે જેથી પહેલી મદદ માટે ત્યાં જઈ શકે છે. જેથી આ બેઠક પાકિસ્તાનની કમર ભાગવા માટે હોઈ શકે છે. ભારત પાકિસ્તાનને દરેક દિશામાંથી ઘેરવાનો પ્રયત્ન કરી શકે છે, પરંતુ આ બેઠક દરમિયા આ પ્રકારની કોઈ ચર્ચા કરવામાં આવી હોય તેવું પ્રકાશમાં આવ્યું નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button