પહલગામ હુમલા મુદ્દે કોંગ્રેસના નેતાઓના નિવેદનોથી હાઈ કમાન્ડમાં નારાજગી, ‘પાર્ટી લાઈન’થી અલગ ટિપ્પણી નહીં કરવાની તાકીદ…

નવી દિલ્હીઃ કાશ્મીરના પહલગામમાં હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વધુ વણસી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સહિત કોંગ્રેસના નેતાઓ દિવસે દિવસે આક્રમક નિવેદનો આપી રહ્યા છે ત્યારે કોંગ્રેસ પાર્ટી આ મુદ્દે સ્પષ્ટ નિર્દેશો આપશે. નેતાઓના નિવેદનથી કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ નેતાઓના નિવેદનો અંગે નારાજગી વ્યક્ત કરી હતી.
મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી નારાજ
પહલગામ હુમલાને લઈને અનેક નેતાઓએ નિવેદનો આપી ચૂક્યા છે, ત્યારે કોંગ્રેસ પાર્ટીએ પોતાના નેતાઓ માટે નિર્દેશ જારી કરી શકે છે. પાર્ટીએ પોતાના નેતાઓને જણાવ્યું છે ‘પાર્ટી લાઈન’થી અલગ ટિપ્પણીઓ નહીં કરવાની તાકીદ કરી છે. પાર્ટીવતીથી જણાવાયું છે કે પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને સાંસદ રાહુલ ગાંધી આ બધા નિવેદનોથી નારાજ છે. હાલના સંજોગોમાં નેતાઓએ આ પ્રકારના નિવેદનોથી દૂર રહેવું જોઈએ. આ મુદ્દે ટૂકં સમયમાં પાર્ટીવતીથી સત્તાવાર એડવાઈઝરી જારી કરવામાં આવશે.
‘પાર્ટી લાઈન’ ધ્યાનમાં રાખી નિવેદનો કરે
કોંગ્રેસ હાઈ કમાન્ડવતીથી ટૂંક સમયમાં સત્તાવાર નિવેદન જારી કરવામાં આવશે. મળતી માહિતી અનુસાર તમામ નેતાઓને પહલગામ મુદ્દે પાર્ટીના વલણને ધ્યાનમાં રાખીને નિવેદન આપવા નિર્દેશ આપવામાં આવ્યા છે. આ અગાઉ કર્ણાટકના મુખ્ય પ્રધાન અને કોંગ્રેસના અનેક નેતાઓએ પહલગામ હુમલા મુદ્દે નિવેદન આપ્યા હતા, જ્યારે કોંગ્રેસના નેતાઓની ઝાટકણી કાઢતા ભાજપે કહ્યું હતું કે આ નેતાઓે નિશાન-એ પાકિસ્તાન આપવું જોઈએ.
નહીં તો કડક કાર્યવાહી કરવામાં આવશે
પાર્ટીની એકતા અને સંગઠનાત્મક શિસ્ત જાળવવા માટે પાર્ટી હાઈ કમાન્ડ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે જે નેતાઓ પાર્ટી લાઈનથી ભટકશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. અહીં એ જણાવવાનું કે પહલગામના આતંકવાદી હુમલા પછી મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ કહ્યું હતું કે સરકારની સાથે વિપક્ષ છે.
નેતાઓના નિવેદનોને ભાજપે પણ વખોડ્યાં
પહલગામ હુમલા સંબંધમાં અમુક વિપક્ષના નેતાઓના નિવેદનોની ભારતીય જનતા પાર્ટીના સાંસદ રવિશંકર પ્રસાદે ટીકા કરી હતી. રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે અમુક કોંગ્રેસના નેતાઓના નિવેદનોનો ઉદ્દેશ શું છે. પાકિસ્તાનની ટીવી પર કોંગ્રેસ નેતાઓના નિવેદનો આવી રહ્યા છે. કર્ણાટકના પ્રધાન આરબી તિમાપુરે કહ્યું હતું કે આતંકવાદીઓએ લોકોને ગોળી માર્યા પહેલા એમનો ધર્મ પૂછ્યો નહોતો. આ શરમજનક વાત છે.
આપણ વાંચો : પહેલગામ હુમલા અંગે આ ગાયિકાએ દેશ વિરોધી પોસ્ટ કરી? ગંભીર આરોપો સાથે FIR દાખલ