આપણું ગુજરાતટોપ ન્યૂઝ

પહેલગામ હુમલા મુદ્દે ગુજરાતના શહેરોમાં વેપારીઓનું સ્વયંભૂ બંધ…

આતંકવાદીઓ સામે મોટી કાર્યવાહી કરવાની કરી સ્થાનિકોની માગણી

અમદાવાદઃ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 28 લોકોના મોત થયા તેના કારણે દેશભરના લોકોમાં આતંકવાદી સામે રોષ વ્યાપેલો છે. ગુજરાતમાં પણ ઠેર-ઠેર આતંકવાદી હુમલામાં મરેલા નિર્દોષ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજ્યભરમાં કાર્યક્રમો યોજાય છે. એટલું જ નહીં પરંતુ લોકોએ આતંકવાદ સામે વિરોધ પ્રદર્શનો કર્યાં છે. મહત્વની વાત એ છે કે, ગુજરાતના કેટલાક વિસ્તારોમાં બંધનું એલાન પણ કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં વેપારીઓ, સ્થાનિક અને યુવાનો ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરીને આતંકવાદીઓ સામે મોટી કાર્યવાહીની માંગણી કરી રહ્યાં છે.

પાલનપુરના વેપારીઓએ સ્વયંભૂ રીતે પોતાના ધંધા-રોજગાર બંધ રાખ્યો
નિર્દોષ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેમાં માણસા માર્કેટયાર્ડ, મુખ્ય બજાર, સરદાર પટેલ શોપિંગ સેન્ટર સહિતના બજારો બંધ રહ્યા હતાં. તેની સાથે સાથે પાલનપુરમાં સંતો-મહંતો અને હિંદુ સંગઠનોના કાર્યકરો શ્રદ્ધાંજલિ આપી અને પાલનપુરના વેપારીઓએ સ્વયંભૂ રીતે પોતાના ધંધા-રોજગાર બંધ રાખ્યો હતો. પાલનપુરમાં બંધના એલાન સાથે મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે લક્ષ્મણ ટેકરી હોલથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી વિશાળ રેલી યોજાઈ હતી.

મહીસાગરમાં વેપારીઓએ દુકાનો બંધ રાખી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
વડોદરા શહેરની વાત કરવામાં આવે તો, મંગળ બજાર પૂર્વ વિભાગ, પશ્ચિમ વિભાગ, વાસણ બજાર, મુન્શી ખાંચા, કલા મંદિર ખાંચા, પદ્માવતી શોપિંગ સેન્ટર, ચાર દરવાજા લારી પથારા એસોસિએશન અને જૂના વડોદરાના આસપાસના તમામ દુકાનદારોએ બંધ પાળીને પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યાં હતાં. આ સાથે મહીસાગર જિલ્લાનું સંતરામપુર શહેરમાં વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. માણસામાં ઈટાદરા ચોકડી નજીક શેઠના પુતળા પાસે પહોંચેલી રેલીએ મીણબત્તી સળગાવી આતંકી હુમલામાં શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

બંધ એલાનનું પાલન કર્યું અને આતંકવાદ સામે વિરોધ નોંધાવ્યો
છોટા ઉદેપુરમાં પણ વેપારીઓએ પોતાના બજારો બંધ રાખીને એલાનનું પાલન કર્યું અને આતંકવાદ સામે વિરોધ નોંધાવ્યો હતો. છોટા ઉદેપુર નગરના તમામ વિસ્તારોમાં બંધનું ચુસ્ત પાલન જોવા મળ્યું હતું. ખાસ વાત એ પણ છે કે, અહીં લોકોએ આતંકવાદ સામે વિરોધ નોંધાવ્યો અને પાકિસ્તાન સામે કાર્યવાહી કરવા માટે માંગણી કરી હતી. ગુજરાતભરમાં અનેક લોકોઓ વિરોધ સાથે ભારત સરકારને કહી રહ્યાં છે કે, પાકિસ્તાનને સબક શિખવાડે અને આતંકવાદીઓને જ્યાં હોય ત્યાં ખતમ કરી નાખે. માત્ર ગુજરાત જ નહીં પરંતુ ભારતભરમાં લોકો અત્યારે વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button