IPL 2025મનોરંજન

વાનખેડે સ્ટેડિયમમાં હજારો લોકોની સામે જ Nita Ambani અને Hardik Pandyaએ કર્યું કંઈક એવું કે…

મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે આઈપીએલ 2025 (IPL 2025)માં મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે મેચ રમાઈ હતી અને આ મેચમાં જ ટીમના માલિક નીતા અંબાણી (Nita Ambani) અને ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા (Hardik Pandya)એ કંઈક એવું કર્યું હતું કે લોકો ચોંકી ઉઠ્યા હતા. સોશિયલ મીડિયા પર નીતા અંબાણી અને હાર્દિક પંડ્યાની આ હરકતની જ ચર્ચા થઈ રહી છે. આવો જોઈએ શું કર્યું એવું તે નીતા અંબાણી અને હાર્દિકે…

વાત જાણે એમ છે કે મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા 19,000 ગરીબ બાળકોને ખાસ ભેટ આપવામાં આવી છે. આ બાળકોએ વાનખેડે સ્ટેડિયમ ખાતે લાઈવ મેચ નિહાળી હતી અને ટીમનો જુસ્સો વધાર્યો હતો. 2010થી શરુ થયેલાં ઈએસએ દિવસની અનોખી પહેલ હેઠળ આ બાળકો મેચ જોવા પહોંચ્યા હતા. આ મેચ દરમિયાન જ હાર્દિક પંડ્યા અને નીતા અંબાણી વાનખેડેમાં મેચ જોવા પહોંચેલા આ બાળકો સાથે સેલ્ફી લઈને મુંબઈ ઈન્ડિયન્સના ઓફિશિયલ પેજ પર શેર કરી હતી.

સોશિયલ મીડિયા પર નીતા અંબાણી અને હાર્દિક પંડ્યાના આ સ્વીટ ગેસ્ચરની ચર્ચા થઈ રહી છે. આ સેલ્ફી તૂફાન વાઈરલ થઈ રહી છે. વાત કરીએ ઈએસએ ડેની તો 2010માં નીતા અંબાણીએ એન્જ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ ફોર ઓલને પ્રોત્સાહન આપવા માટે આ અનોખી પહેલની શરૂઆત કરી હતી. આ અનોખી પહેલ હેઠળ ફ્રેન્ચાઈઝી દર વર્ષે બાળકોને ફ્રી મેચ જોવા લઈ જવામાં આવે છે.

આ પણ વાંચો: મુંબઈએ લખનઊની ટીમને 54 રનથી કચડી નાખી

આ વખતે મુંબઈ ઈન્ડિયન્સ 19,000 બાળકોને લઈને મેચ જોવા ગયેલા. આ દરમિયાન નીતા અંબાણીએ એક નાનકડી બાળકી સાથે વાત કરી હતી. નીતા અંબાણીએ જણાવ્યું હતું કે અમે બાળકોને દિવસમાં ચાર વખત ફૂડ પેકેટ આપીએ છીએ. હું બધા સ્ટેન્ડમાં બેસીને આ જોઈ રહી હતી અને મેં જોયું કે બાળકી બધા પેકેટ જમા કરી રહી હતી અને કંઈ ખાઈ નહોતી રહી. મેં તેને આવું કરવાનું પૂછ્યું તો તેણે જણાવ્યું હતું કે તે આ તેના ભાઈ માટે બચાવી રહી છે. તેણે જીવનમાં ક્યારેય કેક નથી ખાધો. આ વાત મને ખૂબ જ સ્પર્શી ગઈ.

નીતા અંબાણી અને હાર્દિક પંડ્યાનો આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે, જેના પર નેટિઝન્સ મજેદાર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. લોકોને બંનેની આ દરિયાદિલી ખૂબ જ પસંદ આવી રહી છે અને તઓ તેમના વખાણ કરતાં નથી થાકી રહ્યા. સોશિયલ મીડિયા પર જ્યાં જુઓ ત્યાં બસ આ ફોટોની જ ચર્ચા થઈ રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button